ગુજરાતને પોતાની માં સમજ્તા મોદી

નરેન્દ્ર મોદીની પત્રકારો સાથેની પ્રશ્નોત્તરી

W.DW.D

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૌહરાબુદ્દીન શેખ મામલે નિવેદન કરવા બદલ નોટિસ ફટકારી છે અને તેમ છતાં પણ તેમણે આજે જાહેર કર્યુ હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી તેઓ આ પ્રકારના નિવેદનો આપતાં રહશે. શ્રી મોદીએ સંવાદદાતાને લગભગ દરેક પ્રાસંગિક વિષયના સવાલોના જવાબ આપ્યા. તેમના કામકાજ પર કેન્દ્રીત સવાલ અને જવાબ કાંઈક આવા હતા. મોદીએ એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલો ઈન્ટરવ્યું અમે અહીં રજૂ કરીએ છીએ.

પ્રશ્ન -આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમારા વિજયની કેટલી શક્યતા છે ?
નરેન્દ્ર મોદી : ગુજરાતના લોકોને સંપુર્ણ વિશ્વાસ છે કે તેમના સપનાની સરકાર રચાવી જોઈએ અને તે પાંચ વર્ષ સુધી ટકી રહેવી જોઈએ.

પ્રશ્ન -આ ચૂંટણીમાં સાચો મુદ્દો ક્યો છે ? તમારા વિરોધીઓ કહે છે કે આ ચૂંટણીમાં એકમાત્ર મુદ્દો તમારો જ છે.
નરેન્દ્ર મોદી : મારા વિરોધીઓ શું કહી રહ્યાં છે તે અંગે હું કહી શકું નહીં. જો કે જ્યાં સુધી આ ઢોંગી બિનસાંપ્રદાયિકો મને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી આ શબ્દ યુધ્ધ ચાલું જ રહશે. એવા કેટલાંક લોકો છે કે જેઓ મને બદનામ કરીને લોકપ્રિય થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આથી હું ચર્ચાનો ભાગ બની રહીશ.

પ્રશ્ન -તમે 12 થી 16 કલાક ઓફિસમાં કામ કરો છો, પછી મુલાકાતે જાવ છો, સાર્વજનિક કાર્યક્રમોમં સક્રિય ભાગ લો છો. આટલી ઉર્જા ક્યાંથી મેળવો છો ?
નરેન્દ્ર મોદી :જુઓ, માઁ કેટલી પણ થાકી ગઈ હોય, પણ રાતે જો બાળક રડે તો માઁ પોતે પોતાની ઉંઘ છોડીને ઉભી થઈ જાય છે......(અહીં મોદી ભાવુક બની જાય છે અને તેમની આંખોમાં પાણી આવી જાય છે.)

પ્રશ્ન -હુ તમારા અશ્રુઓમાં છુપાયેલી ભાવનાને સમજી શકુ છુ. આ આંસુ ગુજરાતની પ્રજાના દર્દનું પ્રતીક છે કે સમર્થનનુ ?
નરેન્દ્ર મોદી :જો જવાબદારી પ્રત્યે પ્રતિબધ્ધ હોવ, પોતાનો સ્વાર્થ ન હોય, મન સાફ હૌય તો ઈશ્વર શક્તિ આપે છે, અને બધાને આપે છે. યુધ્ધમાં સૈનિકને મરવાની તાકત કોણ આપે છે ? તેની પત્ની, બાળકો,માઁ, બહેન બધા હોય છે. ફક્ત દરેક મહિને મળતો પગાર એને મરવાની તાકત નથી આપતો. ભગવાન તેને શક્તિ આપે છે. તે જ તાકત મને પણ મળી છે. મને હંમેશા લાગે છે કે દેશ માટે મરવાની તક મળે કે ન મળે પણ દેશ માટે જીવવાની જે તક મળી છે તે દરેક ક્ષણને શરીરના દરેક કણને દેશ માટે કામ લાવુ.

પ્રશ્ન -કેટલાય આરોપો તમારા પર લગાડવામાં આવી રહ્યા છે, ત્યારે તમે પોતાની જાતને એકલા અનુભવો છો ?
નરેન્દ્ર મોદી :નહી, હું આવુ નથી અનુભવતો. સામાન્ય રીતે આવુ થાય છે તો રાજનેતા સો-પચાસની ભીડ ભેગી કરી લે છે. હું આવુ નથી કરતો. સારુ છે તો બધાને જોડુ છુ. અને ખરાબ છે તો એકલો સામનો કરવાની તાકત ધરાવુ છુ.

પ્રશ્ન- નર્મદાને ગામ-ગામ સુધી પહોંચાડવા ખર્ચેલી પરિયોજનાને આર્થિક રૂપે કેવી રીતે સક્ષમ બનાવવામાં આવશે ?
નરેન્દ્ર મોદી :જુઓ વીજળીથી પૈસા આવશે. પાણીથી પૈસા આવશે. પાણી ગામ સુધી પહોંચાડવુ અમારી જવાબદારી છે. હમણાં સુધી અમે ટેંકરોથી પાણી મોકલતા હતા. હવે પાઈપ લાઈન મોકલી રહ્યા છે. જે ઓછી ખર્ચાળ છે. ત્રણ વર્ષની અંદર-અંદર પાઈપ લાઈનનો ખર્ચો નીકળી જશે. મે ના પહેલા અઠવાડિયે કચ્છને નર્મદાનું પાણે આપવા જઈ રહ્યા છે.

પ્રશ્ન - કચ્છ અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી મળવુ એ સાચે જ બહુ મોટી ભેટ છે. લોકો તેનાથી રોમાંચિત છે, તમે શુ અનુભવી રહ્યા છો ?
નરેન્દ્ર મોદી :કચ્છ, હિન્દુસ્તાનનો સૌથી સમૃધ્ધ જિલ્લો બનવાની ક્ષમતા ધરાવે છે. આજની મુંબઈની સમૃધ્ધિમાં 10% ભાગ કચ્છિયોનો છે. કુદરતી મિલકત અહી ભરપૂર છે. આખા દેશમાં સૌથી વધુ પશુધન કચ્છ પાસે છે. જો તેમને પાણી મળી ગયુ તો તેઓ સોનુ ઉગાવશે. ત્યારે કચ્છ હિન્દુસ્તાનનો સૌથી સમૃધ્ધ જિલ્લો બની જશે. ક્ષેત્રફળ ખૂબ છે, જનસંખ્યા ઓછી. જે લોકો બહાર રહેવા જતાં રહ્યા છે તે પાછા આવશે.

પ્રશ્ન - ત્રણ મોટા ઝટકા ખાધા પછી ગુજરાતની અર્થ વ્યવસ્થાને કેવી રીતે પાટા પર લાવશો અને ગુજરાતને ફરી દેશનો મુગટ રાજ્ય બનાવવાની શુ યોજનાઓ છે ?
નરેન્દ્ર મોદી :ગુજરાતમાં જે નુકશાન થયુ, તે ખેતીના ઉત્પાદનમાં થયુ. નર્મદાથી આ ખોટ પુરાઈ જશે. યોજના આયોગે આખા દેશનો વિકાસ દર આવતા પાંચ વર્ષમાં 8.2 ટકા રાખ્યો છે. પણ ગુજરાતને એણે 10,2 ટકાએ રાખ્યો છે. ગુજરાતના આ યોગદાન દ્રારા જ દેશ 8.2 ટકા નો વિકાસ દર મેળવી શકશે. બીજુ વીજળીનુ ક્ષેત્ર છે અને ત્રીજુ સૌથી મોટા 1600 કિ.મી લાંબા સમુદ્રી કિનારાને અમે જીવીત કર્યુ છે. હિન્દુસ્તાનના સૌથી મોટા બંદરો અમારી ત્યા બની રહ્યા છે. આ એક વહેમ છે કે ગુજરાતની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી છે. તે કદી પાટા પરથી ઉતરી નથી. આજે પણ ગુજરાત દેશની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છે.

પ્રશ્ન - કર્જને લઈને તમારું શુ કહેવુ છે ?
નરેન્દ્ર મોદી :કર્જના વિશે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મેં ભારત સરકારને લખ્યુ છે કે ' તમે કર્જને ત્રણ શ્રેણીયોમાં વહેંચો.' દેશની સામે તેને જ મુકો. એક શ્રેણી-કુદરતી આફતને કારણે લીધેલુ કર્જ. ઈશ્વર નારાજ થઈ ગયા તો અમે શુ કરીએ ? લોકોને એમ તો ન છોડી દેવાય ? પાછુ કુદરતી આફત પર કોણુ ચાલે ? બીજી શ્રેણી - વિકાસ માટે લીધેલુ કર્જ અને ત્રીજુ પગાર આપવા, સવાર સાંજ ખાવા માટે લેવામાં આવેલુ કર્જ. ગુજરાતની ત્રીજી શ્રેણી માટે એક રૂપિયાનુ પણ કર્જ નહી. સરકાર ચલાવવા, ઈંધન કે પગાર આપવા માટે અમે એક રૂપિયાનુ પણ દેવુ નથી કર્યુ. વિકાસને માટે કરોડો ડોલર લઉ છુ તો શુ ગુન્હો કરુ છુ ?

પ્રશ્ન - પણ આ પૈસા કેવી રીતે પાછા આપશો ?
નરેન્દ્ર મોદી :તે અમારી ક્ષમતાઓ પર છોડી દો. જો હું નર્મદાને માટે ખર્ચ કરુ છુ તો પાણી સમૃધ્ધિ લાવશે અને તે ફરી કર્જ ઉતારશે.

પ્રશ્ન - એટલેકે તમે કર્જનો બોજો નાગરિકો પર નાખવાના છો ?
નરેન્દ્ર મોદી :ભાજપાની સરકાર એવી છે, જેણે છેલ્લા પાઁચ વર્ષમાં એક પણ રૂપિયાનો બોજો નથી નાખ્યો. અમે પૈસા વહેવાના કાણા પૂરી દીધા છે. અને બચેલા પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે.

પ્રશ્ન - ગુજરાતને દેશનું ગૌરવ બનાવવા માટે તમારી શુ પ્રાથમિકતાઓ છે ?
નરેન્દ્ર મોદી :નર્મદા યોજનાને સાકાર કરવી, બંદરોનો વિકાસ કરવો. વીજળી, સંચાર સેવા, બંદરોનો વિકાસ, રસ્તાઓનો વિકાસ આ ચારોના વિકાસમાં સફળતા મેળવવી. જે શહેરને મળે છે તે ગામડાઓને મળે. ગામ તૂટવુ નહી જોઈએ. ગામડાંઓ આર્થિક રૂપે આત્મનિર્ભર બનવા જોઈએ.

પ્રશ્ન -આજની તમારી બે બેઠકોમાં તમે સૌહરાબુદ્દીન શેખ અંગે કંઈ પણ કહ્યું નથી પરંતુ ગઈકાલ સુધી તમે સૌહરાબુદ્દીન શેખ અંગે જ બોલતાં હતાં. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ તમે તમારું વલણ બદલ્યું છે ?
નરેન્દ્ર મોદી : પહેલાં તો ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તેમણે પત્ર મોકલ્યો છે અને તેનો જવાબ મોકલવામાં આવશે. ગુજરાત ચૂંટણીમાં અમે વિવિદ મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યાં છે.

પ્રશ્ન -શું તમે માનો છો કે ચૂંટણી પંચે તમને ખુલાસો કરવા કહ્યું છે તે તમારા માટે પછડાટસમાન છે ?
નરેન્દ્ર મોદી : શું તમે એમ નથી માનતાં કે ચૂંટણી પંચ તેની કામગીરી કરે ? આ બંધારણીય કામગીરી છે અને તે કરવામાં આવશે.

પ્રશ્ન - એક કહેવત ચાલવા માંડી છે કે ગુજરાતમાં નરેન્દ્રભાઈની ડેસ્ક પર કોઈ ફાઈલ 24 કલાકથી વધુ નથી ટકતી ?
કલ્યાણી દેશમુખ|
નરેન્દ્ર મોદી : આ કહેવત નથી હકીકત છે. પહેલી વાત તો એ કે ફાઈલ એટલા માટે નથી રોકાતી કે સમજાતી નથી. એ એટલા માટે નથી રોકાતી કારણ કે 'સમજણ' વધુ છે. ફાઈલો એટલા માટે પણ રોકવામાં આવે છે કે જ્યાં સુધી ફાઈલવાળા સાથે મુલાકાત ન થાય, તે ક્લીયર નથી થતી. મારી રુચિ આમાં નથી. મને કાગળ પર સમજવાનું છે કે આવું કરવાથી ગુજરાતનું ભલુ થશે અને આવુ કરવાથી ખરાબ થશે. ભૂલ પણ થાય છે ભાઈ. હુ એ દાવો નથી કરતો કે મારા બધા નિર્ણયો યોગ્ય જ હોય છે. પણ એટલો દાવો જરૂર કરી શકુ છુ કે ગુજરાતના કોઈ પણ માણસને મારા નિર્ણયો પર શક નથી થતો. તે એટલુ તો માને જ છે કે આ માણસે ઈમાનદારીથી નિર્ણય લીધો હશે. અને બિચારાથી ભૂલ પણ થઈ શકે છે. પણ તેનો ઈરાદો ખરાબ નથી હોતો. તેથી ફાઈલો નથી રોકાતી. મારી ઓફિસમાં કોઈ દલાલને ફાઈલ માટે નથી આવું પડતુ. મારી નજરમાં અમારી સરકારની સફળતાના બે આધાર છે. - એક નીતિ સ્પષ્ટ છે, અને બીજુ કે મન સાફ છે. પ્રગતિ માટે આ જરૂરી છે.


આ પણ વાંચો :