ચૈતન્ય શંભુ મહારાજને મળેલી ધમકી

અમદાવાદ | ધર્મેન્દ્ર વ્યાસ| Last Modified સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:11 IST)

અમદાવાદ (વેબદુનિયા) ભારતીય જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના કન્વીનચ ચૈતન્ય શંભુ મહારાજના ઘરે આજે ધમકી ભર્યો નનામો પત્ર આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર સર્જાઈ હતી.

આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે. પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે નવરંપુરાની 65 ચૈતન્યનગર સોસાયટી સ્ટેડિયમ રોડ ખાતે રહેતા ભારતીય જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના મકાનમાં આજે બપોરે એક કવર પડ્યું હતું આ કવરમાં એક નનામો પત્ર હતો તેમાં લખ્યું હતું કે "ચેતી જ્જો ભાજપ સાથે દુશ્મની સારી નથી...'
ભાજપમાં ભળી જાઓ. નહીંતર ગંભીર પરિણામો આવશે. આ પ્રમાણે પત્રમાં લખવામાં આવ્યુ છે. જો કે આ પત્ર ક્યાંથી આવ્યો કોણે લખ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


આ પણ વાંચો :