મોદી 'રાક્ષસ' અને સોનિયા 'દુર્ગા'

નરેન્દ્ર મોદીની સાથે એમ.પીના સી.એમ પણ જોડાયા

NDN.D

નવી દિલ્હી (ભાષા) ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં ભાજપના સામે કોંગ્રેસે શુક્રવારે હિન્દુઓના ધાર્મિક પ્રતિકોનો સહારો લેતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પુરાણોના રાક્ષસો સાથે કરી અને કહ્યું કે સોનિયા ગાંધી દેવી દુર્ગાના સમાન છે જે મોદીનો નાશ કરી દેશે.

હવે જ્યારે ગુજરાતની અંદર બીજા અને છેલ્લા ચરણના મતદાન માટેનો પ્રચાર પુરો થઈ ગયો છે ત્યારે કોંગ્રેસે હવે સાંસદ પર હુમલાના દોષી મોહમ્મદ અફઝલ ગુરૂને લઈને તેની પર પ્રહાર કર્યો તો ભાજપના હુમલાના જવાબમાં મોદી અને અડવાણીની તુલના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે કરવામાં આવી.

કોંગ્રેસે જણાવ્યું કે મોદી માટે જે રાક્ષસોનું નામ લઈ શકાય તે રક્તબીજ, મહિષાસુર અને ભસ્માસુર છે. પાર્ટીના મીડિયા વિભાગના પ્રમુખ વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે મોદી તો કોઈ પણ પ્રત્યે જવાબદાર નથી પછી ભલે ને તે ગુજરાતના લોકો હોય, સંવિધાન હોય કે તેમની પાર્ટીના અલાકમાન.

મોદીની તુલના હિટલર સાથે કરતાં તેમણે કહ્યું કે જો મોદીની સામાન્ય સભાઓ માટે ભીડ એકઠી થઈ રહી હોય તો આ કોઈ હેરાન થવાવાળી બાબત નથી કેમકે લોકો તો હીટલરને સાંભળવા માટે એકઠા થઈ જ જાય છે.

નવી દિલ્હી.| ભાષા|
મોઈલીએ જણાવ્યું હતું કે હીટલરની માફક મોદી પણ એક સારા વક્તા હોઈ શકે છે. પરંતુ શું આપણે આપણા દેશની અંદર વધું એક હીટલરની આશા રાખીશું.


આ પણ વાંચો :