સોનિયા આજે ઈડર અને ગાંધીધામમાં

કોંગ્રેસ પ્રચારની મુખ્ય જવાબદારી સોનિયા ગાંધીએ ઉપાડી લીધી

PTIPTI

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2007 આગામી 11 અને 16મી ડિસેમ્બર હોવાથી તેના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીપ્રચારની ઝડપ ખૂબજ વધી છે. કોંગ્રેસ તરફથી મુખ્ય જવાબદારી તેના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉપાડી છે. તેઓ આજે મંગળવારના રોજ સાબરકાંઠાના ઇડર ખાતે બપોરના ૧૨-૩૦ વાગ્યે અને કચ્છના ગાંધીધામ ખાતે સાંજના ૪-૩૦ વાગ્યે જાહેરસભાઓને સંબોધશે.

આ અંગે કોંગ્રેસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સોનિયા ગાંધી 8મી ડિસેમ્બરે કપડવંજ, માંડવી અને અમરેલીમાં તથા 13મીએ પાટણ, ડભોઈ અને ધોળકા ખાતે એમ આ બે દિવસ દરમ્યાન 6 જેટલી જાહેરસભાઓ યોજશે. વડા પ્રધાન મનમોહનસિંહ પણ રાજ્યના ચાર મહાનગરોમાં ચૂંટણી સભાઓ સંબોધશે, જેમાં 7મી ડિસેમ્બરે સુરત અને રાજકોટ તથા 11મીએ અમદાવાદ અને વડોદરામાં તેમની જાહેરસભાઓ યોજાશે.
W.DW.D

અંત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સોનિયાએ પ્રથમ આદિવાસી અને પછી મહિલા સંમેલનો યોજ્યાં હતાં. 1લી ડિસેમ્બરે પણ તેમણે રાજકોટના જસદણ અને નવસારીના જમાનપાડા (તા. ચીખલી) ખાતે જાહેરસભાઓ યોજી હતી, જેમાં વિશાળ જનમેદની જોઇ જતાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ગેલમાં આવી ગયા છે.

વેબ દુનિયા| Last Modified સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:05 IST)
તેઓ એમ માને છે કે આજે મંગળવાર 4થી ડિસેમ્બરના રોજ ઇડર, ગાંધીધામ સહિતની સોનિયા ગાંધીની આઠ જેટલી વિશાળ જાહેરસભાઓને કારણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું નૈતિક બળ વધશે. જેઓ સીધો ફાયદો તેમને પ્રદેશ આગેવાનોની ચૂંટણી સભાઓ અને પ્રચારમાં પણ થશે.


આ પણ વાંચો :