રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

ગોધરા પંચ સમક્ષ મોદીની સમન્સની માંગ

નાણાવટી પંચ સમક્ષ તોફાનોની રેકોર્ડ ટેપ રજુ થઇ

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં વર્ષ 2002 કોમી રમખાણોના કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને છ અન્યોને સમન્સ બજાવવા માટે ગોધરા તપાસ પંચ સમક્ષ માંગ કરવામાં આવી હતી. નાણાવટી પંચ સમક્ષ જન સંઘર્ષ મંચના વકિલ મુકુલ સિન્હાએ જણાવ્યું હતું કે, વર્ષ 2002માં ગોધરા કાંડના પગલે ફાટી નીકળેલા કોમી રમખાણોના સમયે રેકોર્ડ કરવામાં આવેલી મોબાઈલ વાતચીતથી પુરવાર થાય છે કે આ રમખાણોએ એક સુઆયોજીત ષડયંત્ર હતું. આ ફોન રેકોરેડથી રાજકારણીઓ, તોફાન કરનારાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થાય છે.

સીબીઆઈ અધિકારી રાહુલ શર્માએ તોફાનોના સમયે રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને તોફાન કરનારાઓની ફોન પરની વાતચીતના રેકોર્ડની ટેપ પંચને સોપી હતી. સિન્હાએ જે છ વ્યક્તિઓને સમન્સ બજાવવાની માંગ કરી છે તેમાં ખાસ કરીને તે સમયના રાજયના ગૃહ મંત્રી ગોર્ધન ઝડફિયાને સમન્સ બજાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે ફોન રેકોર્ડના પુરાવાઓ સુચવે છે કે નરોડા પાટિયા અને નરોડા ગામ સામુહિક હત્યાકાંડના કેસોમાં મુખ્ય આરોપીઓ સતત ગૃહ મંત્રીના સંપર્કમાં રહેતાં હતાં. નરોડા પાટિયા કેસના અન્ય મુખ્ય આરોપી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી જયદિપ પટેલે પહેલી માર્ચ, 2002ના રોજ 18 વખત ઝડફિયાને ફોન કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે કોમી રમખાણો જ્યારે સૌથી વધુ 28મી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ, 2002 વચ્ચે વકર્યા હતાં અને તે સમયે ઝડફિયા અને નરોડા પાટિયા કેસના મુખ્ય આરોપી બિપીન પંચાલના સંપર્કમાં હતાં.