બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

હવે મોદીનું પણ મંદિર....

-જનકસિંહ ઝાલા
એક એવું મંદિર જ્યાં કોઈ દેવી દેવતા નહી પરંતુ એ વ્યક્તિની પૂજા કરવામાં આવે છે જેણે માત્ર પોતાના જોરે ગુજરાતમાં ફરીથી ભાજપનો વાવટો લહેરાવ્યો.

W.D
આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે. અહીં દરરોજ સવારે ઢોલ-નગારાઓ સાથે મોદીની પૂજા-અર્ચના થાય છે.

ગુજરાતના વાંકાનેર તાલુકાનું ભોજપરા ગામ કદાચ આ ભારતનું પ્રથમ એક એવું ગામ હશે જ્યાં વાદીઓની વસ્તી છે. આ ગામમાં વાદીઓન 111 પરિવાર છે. અહીં નાગની બીન વડે જ દિવસની શરૂઆત થાય છે.

સવારના પહોરમાં જ ઘરનો મોભી એક હાથમાં બીન અને ખભ્ભે નાગની ટોકરી રાખીને પોતાનું અને પોતાના સંતાનોનું પેટ ભરવા માટે નિકળી પડે છે.

સૌરાષ્ટ્રમાં 'વાદી વસાહત' નામથી પ્રચલિત આ વાદીઓ આશરે દસ વર્ષ પહેલા પોતાના પરિવારોને લઈને અહીં સ્થાયી થયાં હતાં. એ સમયે તેમની પાસે રહેવા માટે છત પણ નથી હતી. તેઓએ અહીં તંબુ તાણીને પોતાનું જીવનધોરણ શઊ કર્યું.

તેઓએ દરેક ઋતુઓ અને કઠણાઈઓનો સામનો કર્યો. તેમની આ હાલત જોઈને ત્યાંના સ્થાનીય લોકોના મનમાં દયા આવી. તેઓએ આ વાદીઓની મદદ માટે મોદી સરકાર સામે રજૂઆત કરી. સરકારે પણ તેમની મદદ માટે પ્લોટ્સની ફાળવણી કરી અંતે તંબૂમાં રહેનારા આ વાદી સમાજને માથે છત મળી.

સરકારની મદદથી અહીં વીજળી-પાણીની સુવિધાઓ અને બાળકો માટે સ્કૂલનું નિર્માન કરવામાં આવ્યું. કોઈ માની પણ ન શકે કે, નાગ અને વિચ્છી પકડનારા આ વાદીઓના બાળકો હવે બીન વગાડવાની સાથોસાથ કોમ્પ્યુટર પણ ચલાવે શકે છે. જેના માટે તેઓ ગુજરાત અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના આભારી છે. આ લોકોની આંખોમાં મોદી કોઈ રાજનેતા નહીં પરંતુ એક ભગવાન છે.

તેમનું કહેવું છે કે, 'મોદી જ અમારો ભગવાન છે' તેઓ માને છે કે, મોદીના કારણે જ આજે અમારા બાળકો અહીં સુધી પહોંચ્યાં છે. આ લોકો દરરોજ સવારે નરેન્દ્ર મોદીને નમન કરીને પોત-પોતાના કામે નિકળી પડે છે.

મોદીનું આ મંદિર હજુ નાનું છે અને તેઓ તેને મોટુ બનાવવા ઈચ્છે છે. વાદીઓ કહેં છે કે, મંદિર નાનું હોય તો શું થયું મોદી પ્રત્યે અમારી આસ્થા તો મોટી જ છે.

તસવીર : ભાટી.એન(વાંકાનેર)