કોણ ક્યાં કેટલા પાણીમાં ?

જિલ્લાવાર જુદા-જુદા પક્ષોની અત્યાર સુધીની સ્થિતિ

P.R
હળવદ - મૂળી મત વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચતો અનિયમિત વીજ પુરવઠો અને જર્જરિત રસ્તાઓ તથા ખેતી માટેની તંગી મુખ્ય સમસ્યાઓ છે. અહીં ભાજપના જયંતભાઈ કવાડિયા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે અને પરંતુ આ વર્ષ કોંગ્રેસે દેવજીભાઈ ફતેપરાને ઉમેદવાર બનાવી સરપ્રાઈઝ આપ્યું છે. 1998માં જયંતિભાઈ કવાડિયા એકાદ હજાર જેટલી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે 2002માં હિન્દુત્વના મોજામાં પાંચ હજાર મતે ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લી બન્ને ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ધીરુભા ઝાલાએ ઉમેદવારી કરી હતી. આ વર્ષે કોંગ્રેસે દેવજીભાઈ ફતેપરાને ટિકિટ આપતાં ચૂંટણીમાં સ્પર્ધા થઈ છે. બહુજન સમાજ પાર્ટી તરફથી દલવાડી મતોનું વિભાજન પરિણામ પર અસર કરશે. આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા રહેલી છે. જેનો લાભ દેવજીભાઈને મળે તેવી સંભાવના છે. હળવદનું પરિણામ આશ્રર્ય આપી શકે.

લીંબડી

લીંબડીમાં પીવાના પાણીની તંગી, બંધ થઈ ગયેલી મિલ અને અલ્પવિકસિત ઉદ્યોગના કારણે વિકાસ અટકી ગયો છે. 1998માં ભા.જ.પ.ના કિરીટસિંહ રાણા 7280 મતે ચૂંટાઈ આવ્યા હતાં. પરંતુ 2002ના હિન્દુત્વના મોજામાં ભા.જ.પ.ના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડે 19743 મતે હરાવ્યા હતાં. આ વર્ષે કિરીટસિંહ રાણા અને ભગવાનભાઈ ભરવાડ વચ્ચે સીધી જ સ્પર્ધા છે. આ ઉપરાંત કોળી ઉમેદવારો પણ ઉભા છે. કોળી મતદારોનું વિભાજન પરિણામ પર અસર કરશે.

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રામાં આઈ.કે. જાડેજા શહેરી વિકાસ મંત્રી થયા બાદ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે. શહેરને પીંક સિટી બનાવાયું છે. નપાણીયા ઝાલાવાડના મલકમાં પીવાનું પાણી નિયમિત મળે છે. તાલુકાના વિસ્તારોમાં મંત્રીએ ટિફીન બેઠકો યોજી આગવો લોકસંપર્ક કર્યો છે અને બાકી હતું તો ભરઉનાળામાં બે પુત્રી અને એક પુત્રને લઈ "બેટી બચાવો-માતૃવંદના યાત્રા' યોજીને આખો તાલુકો આવરી લીધો હતો

1998માં આઈ.કે. જાડેજા માત્ર 1197 મતે જીત્યા હતાં. ત્યારે બાદ 2002ના હિન્દુત્વના મોજામાં ધ્રાંગધ્રામાં ત્રિપાંખિયો જંગ થયો હતો. તેમાં અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસના શ્રી પરાક્રમસિંહ ઝાલા વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ હતી. જેમાં આઈ.કે. જાડેજાનો 1505 મતે વિજય થયો હતો. આ વર્ષે હિરાભાઈ પટેલને ટિકિટ આપતા ભા.જ.પ.ના અસંતુષ્ટ મતો અને પટેલ મતો પરિણામ પર મહત્વનો ભાગ ભજવશે. મંત્રીશ્રી આઈ.કે. જાડેજા કટ્ટર સ્પર્ધા વચ્ચે પાતળી બહુમતિથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ વેળા શુ થાય, કહેવાય નહીં.

પાટડી - દસાડા

ગરીબ અગરિયા અને બેહાલ પાટડી-દસાડાના વિકાસ માટે કોઈએ કાંઈ નક્કર કર્યું નથી. રાજકારણમાં મુકામ પર પહોંચવા માટે જાણે આ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1998માં ફકીરભાઈ વાઘેલા આશરે 23000ની જંગી બહુમતિથી જીત્યા હતા. પરંતુ 2002માં હિન્દુત્વનું મોજુ હોવા છતાં કોંગ્રેસના મનહરલાલ મગનલાલ મકવાણા સામે ફકીરભાઈ માત્ર 600 મતથી હારી ગયા હતા. કેટલાંક અજ્ઞાત આંતરિક પરિબળો અસર કરી ગયા હતા. આ વર્ષ ભાજપે ફકીરભાઈ વાઘેલાને રિપીટ કરવાને બદલે ધંધુકા પાસે ઝાંઝરકા મંદિરના મહંત શ્રી શંભુ મહારાજ ટુંડિયાને ટિકીટ આપીને કોંગ્રેસને ઉંઘતી ઝડપી લીધી છે. એકજ કોમના બન્ને ઉમેદવારો હોવા છતાં શંભુ મહારાજને મહંત હોવાનો લાભ મળશે.
ધર્મેન્દ્ર વ્યાસ|
હળવદ - મૂળી


આ પણ વાંચો :