શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

ભાજપના સાત ધૂરંધર પ્રધાનો હાર્યા

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકોની જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે તેણે પણ તેના સાત પ્રધાનો ગુમાવ્યા છે.

હાલની ગુજરાત વિધાનસભાના પાંચ રાજ્યકક્ષાના પ્રધાનોને કારમી હાર સહન કરવી પડી છે. જેમાં જળસંપત્તિ પ્રધાન રતિલાલ સુરેજાનો માણાવદર બેઠક પર જવાહર ચાવડા સામે, પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરીનો જંબુસર બેઠક પર કિરણ મકવાણા સામે. કૃષિપ્રઘાન દિલીપકુમાક ઠાકોરનો સમી બેઠક પર ભાવસિંહ રાઠોડ સામે પરાજ્ય થયો હતો.

તદ્દ ઉપરાંત ભાજપના જે ધૂરંધરો હાર્યા છે તેમાં કૃષિમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને ધોળકા બેઠક પર કાનજીભાઇ તળાપદાએ, મહેસુલ મંત્રી કૌશિક પટેલને શાહપુર બેઠક પર ગ્યાસુદીન શેખે, માર્ગ મકાન અને શહેરી વિકાસ મંત્રી આઇ કે જાડેજાને ઘ્રાંગઘ્રા બેઠક પર મોહનલાલ પટેલે અને પ્રભાતસિંહ ચૌહાણને ગોધરા બેઠક પર ચંદ્રસિંહજી રાઉલજીએ પરાજ્ય આપ્યો છે.