મંગળવાર, 30 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: રવિવાર, 22 નવેમ્બર 2015 (14:34 IST)

ગુજરાતમાં મતદાન યાદીમાંથી હજારો પાટીદારો મતદારોના નામ ગાયબ

પાટીદારો મતદારોના નામ ગાયબ
ગુજરાતના 6 શહેરોની કોર્પોરેશનની ચૂંટણી માટે વોટિંગ શરુ થઈ ચુક્યુ છે ત્યારે ઠેર ઠેર મતદાર યાદીમાંથી મતદારોના નામ ગાયબ થઈ ગયા હોવાની ફરીયાદો પણ ઉઠી રહી છે.પાટીદારો તો આક્ષેપ કરી રહ્યા છે કે અમારા નામ ઈરાદાપૂર્વક યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે.

સુરતના લિંબાયત વિસ્તારની જનતા કોલોનીના  લોકોએ નામ ગાયબ હોવાની ફરીયાદ કરી હતી.આ જ રીતે વરાછા વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં પણ પાટીદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાની ફરીયાદો ઉઠી છે.
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન સવારથી શરૂ થઈ ગયું છે. ત્યારે જેમ જેમ મતદાન આગળ ધપતું જાય છે તેમ તેમ અનેક ગતકડા સામે આવ્યા છે. જેવા કે હજારો મતદાતાઓના નામ મતદાન યાદીમાંથી નામ ન હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે આખા ગુજરાતમાંથી હજારો લોકોના મતદાતાઓ નામ નથી જેના કારણે તેઓ પોતાના મતદાન અધિકારી આપી શક્યા નથી. આટલું જ નહીં હજારો પાટીદારોના નામ સાથે પણ આવા જ ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આવી સ્થિતિ કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, માત્ર અમદાવાદમાં જ એક લાખથી વધારે લોકોના નામ કમી કરવામાં આવ્યા છે.

ગુજરાતના વિવિધ જગ્યાઓથી મળતી નામ ગાયબ થવાની ફરિયાદ
રાણીપ, ચાંદખેડા અને લાંભા વિસ્તારમાંથી પણ અનેક લોકોના નામ ગાયબ
કલેક્ટરે એક કલાકમાં નવી યાદી આપવાનું જણાવ્યું.
ઈન્ડિયા કોલોનીના મતદારોના યાદીમાંથી નામ ગાયબ
અસારવા વોર્ડ નંબર 2માં ઈવીએમ મશીન ખોટવાયું.
સુરતમાં મતદાનના દિવસે જ લાગ્યાં ચર્ચાસ્પદ બેનર
વોર્ડ નંબર 42માંથી 1000 મતદારોના નામ ગાયબ
ઘાટલોડિયા કર્મચારી નગરમાંથી 4000 મતદારોના નામ ગાયબ.
રાજકોટ વોર્ડ નંબર 2માં મતદાર યાદીમાં નામ ન હોવાથી મતદારોએ હોબાળો મચાવ્યો.
સુરતના વરાછા વિસ્તારમાં અનેક સોસાયટીમાથી મતદારયાદીમાંથી નામ ગાયબ
સરસપુરના ઠાકોરવાસમાં અનેક લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ 
દાણીલિમડા ઉર્દૂશાળાની મતદાર યાદીમાંથી પણ નામ ગાયબ
સાબરમતીના પૂર્વ ધારાસભ્ય ગીતાબેન પટેલનું નામ નામ મતદાર યાદીમાંથી ગાયબ
સુરત મહાનગરપાલિકાના પુણા વિસ્તારના વોર્ડ નંબર 16માં મતદાર યાદીમાં છબરડા, બે સોસાયટીના 1500 લોકોના નામ યાદીમાંથી ગાયબ
અમદાવાદના બાપુનગરમાં 90 ટકા પાટીદાર મતદારોના નામ પર ડિલિટના લાલ લીટા મરાયા.