ગુજરાતી ગીત - મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,

gujarati garba

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,

મેંદી રંગ લાગ્યો

હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની

માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..

મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,

કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!


મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,

મેંહદી રંગ લાગ્યો

મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ

મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ

મેંદીના રંગમાં છૂપ્યો અનંગ..

તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો,

કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!


મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,

મેંહદી રંગ લાગ્યોઆ પણ વાંચો :