મારા મહીસાગરની હાંરે ઢોલ વાગેશે

વેબ દુનિયા|

વાગેશે ઢોલ વાગેશે
ગાંમગાંમના સોનીડા આવશ
આવશ હું હું લાવશ
માની નાકની નથની લાવશ
મારી મહીસાગરની હાંરે ઢોલ વાગેશે
ગાંમગાંમના સુથારી આવશ
આવશ હું હું લાવશ
મારા માના બાજઠીયા લાવશ
મારી મહીસાગરની .........
ગાંમગાંમના કુંભારી આવશ
આવશહું હું લાવશ મારી માનો ગરબો લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ
ગાંમગાંમના દોશીડા આવશ
આવશ હું હું લાવશ
મારા માની ચુંદડી લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ
મારા મંદિરીયે સોનીડો આવશ
આવશ હું હું લાવશ
મારા માના કડલા લાવશ મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ
ગાંમગાંમનો જોશીડો આવશ
આવશ હું હું લાવશ
મારા માના માટે શ્રીફળ લાવશ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગશ.


આ પણ વાંચો :