રંગતાળી, રંગતાળી, રંગતાળી રે,

વેબ દુનિયા|

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગ માં રંગ મા રંગતાળી.
મા ગબ્‍બરના ગોખવાળી રે, ,, ,,
મા મોતીઓના હાર વાળી રે, ,, ,,
મા ઘીના દીવડા વાળી રે, ,, ,,
મા ચૂંવાળના ચોક વાળી રે, ,, ,,
એ અંબે આરાસુર વાળી રે , ,, ,,
મા કાળી તે પાવાવાળી રે , ,, ,,
મા કલકત્તામાં દીસે કાળી રે. , ,, ,,
મા ભક્‍તોને મન વ્‍હાલી રે , ,, ,,
મા દુષ્ટોને મારવા ચાલી રે , ,, ,,માંહી અત્રીસ બત્રીસ જાળી રે , ,, ,,
માએ કનકનો ગરબો લીધો રે. ,, ,,
માંહે રત્‍નનો દીવડો કીધો રે , ,, ,,
મા ફરે કંકુડાં ઘોળે રે. ,, ,,
મહીં નાના તે વિધની ભાત રે , ,, ,,
ભટ વલ્લભને જોયાને ખાંત રે , ,, ,,


આ પણ વાંચો :