સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Updated : શુક્રવાર, 15 મે 2015 (10:57 IST)

રંગાઇ જાને રંગમાં...

રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં (ર)
બ્રહ્મજ્ઞાની સંતોના સંગમાં,નિરંકારી સંતોના સંગમાં,
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
 
અનેક યોનિયોમાં ભ્રમણ કરીને માંડ મળ્યો અવતાર,
તને મળ્યો માનવ અવતાર...
માયાની પાછળ પાગલ બનીને (ર)
શાને ગુમાવે ફોગટમાં,
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
 
જ૫ ત૫ પૂજા પાઠ કરે ઘણાં રઠન કરે હરિનામ,
ભલે તિરથ ફરે તમામ,
પ્રભુ તણી ઓળખાણ વિનાનો (ર)
વ્યર્થ કાં ફરે ઘમંડમાં,
          રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
 
અજર અમર અવિનાશી પ્રભુ છે, નિર્ગુણને નિરાકાર (ર)
કહે દત્તું સદગુરૂ કૃપાથી,
પ્રભુ મળે છે એક ૫લમાં..તૂં જોઇ લે અંગસંગમાં..
          રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં..