શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

વારંવાર ફેશિયલ કરાવવું નકામુ...

N.D
ફેશિયલથી ચહેરો ચમકાવવાનું ચલણ આજ કાલ માત્ર વિશિષ્ટ વર્ગની મહિલાઓમાં જ નથી રહેતાં તે મધ્યમવર્ગની મહિલાઓ માટે પણ સુપરિચિત બની ગયું છે. પડોશના બ્યુટી પાર્લરમાં જઈને પણ મોટા ભાગની મહિલાઓ ફેશિયલ કરાવે છે. ચહેરા પ્રત્યેની આ જાગૃકતાને લીધે તેમને ફાયદો પણ અવશ્ય મળે છે. ફેશિયલને લીધે ચહેરાની માલિશ થઈ જાય છે અનાથી લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. સાથે સાથે ચહેરા પર એકઠી થતી મૃત કોશિકાઓ ફેશિયલની પ્રક્રિયા વડે દૂર થઈ જાય છે. આનાથી ચહેરા પર કરચલીઓ પણ નથી દેખાતી અને અંદરથી ચમકતી ત્વચાની પરત ઉપર પણ દેખાય છે.

કોઈ પણ સારી વસ્તુ હોય તેનો વધારે પડતો ઉપયોગ ખરાબ પરિણામ આપે છે. ઘણી મહિલાઓને એવું લાગે છે કે દરેક અઠવાડિયે અને દરેક પાર્ટી પહેલાં ફેશિયલ કરાવવાથી ફાયદો થાય છે પરંતુ એવું બિલ્કુલ પણ નથી. ત્વચના સેલ ટર્ન ઓવરનો ફાયદો 28 દિવસનો હોય છે એટલા સમયમાં ચહેરા પર મૃત કોશિકાઓની અસર પડે છે. એટલા માટે મહિનામાં એક વખત અને જરૂરી હોય તો ત્રણ અઠવાડિયામાં એક વખત જ ફેશિયલ કરાવવું જોઈએ. તેના પહેલાં ફેશિયલ કરાવવાનો કોઈ જ અર્થ રહેતો નથી પરંતુ મૃત ત્વચાની ઉપરની પરત ન હોવાને લીધે સારી સ્કીન પણ ઘસાઈ જવાનો ડર રહે છે. એટલા માટે ફેશિયલથી ચહેરો જરૂર ચમકાવો પણ જલ્દી જલ્દી નહી.