તમારી સુંદરતા કેવી રીતે જાળવશો

વેબ દુનિયા|
ND
N.D
- ઉનાળામાં તડકામાં વધારે ફરવાનું થતું હોય તો રોજ સવાર- સાંજ ચહેરા અને હાથ પર કાળી માટી ગુલાબજળમાં ભેળવીને લગાવવી અને પંદર મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઇ નાખવું. આનાથી શરીરને ઠંડક મળશે.

- ગરમીના દિવસોમાં રાત્રે ઉઘતા પહેલાં ચહેરા અને હાથ પર લગાવી, માલિશ કરવાથી અને પછી પંદર મિનિટ સુધી રાખી મુકી સુકાઇ જાય એટલે ધોઇ નાખો. આનાથી ગરમી સોમે ત્વચાને રક્ષણ મળશે.

- ઉનાળામાં ગરમીના કારણે પગમાં સ્લીપર, સેન્ડલ કે મોજડીના ડાઘા પડી જતાં હોય તો તે ડાઘા પર કોઇપણ સનસ્ક્રીન લોશન લગાવી શકો છો.
- લીંબુના રસમાં ભેળવી વાળના મૂળમાં લગાવવાથી વાળ ઝડપથી વધે છે.

- હોઠ પર લિપસ્ટિક લગાવ્યા પછી થોડા સમય પછી જો હોઠ ખરબચડા લાગે તો રોજ રાત્રે હોઠ પર મલાઇ લગાવવી. હોઠની કોમળતા જળવાઇ રહેશે.


આ પણ વાંચો :