માટી વડે નિખારો ત્વચા

P.R
ભારતમાં તો પહેલાંથી જ કહેવામાં આવે છે કે માટીનો પણ બ્યુટી થેરપી માટે ઉપયોગ કરવામાં આવે છે જેવી રીતે કે બીજા સામનનો ઉપયોગ કરીએ છીએ. મહિલાઓ ખાસ કરીને ઘરેલુ રૂપમાં બેસન અને મુલતાની માટીથી આગળ જતી જ નથી. અને જો તેમની આગળ માટીની વાત કરી દઈએ તો તે માનતી જ નથી કેમકે તે તો તેમને ગંદી લાગે છે.

પરંતુ અમે તમને કહીએ કે માટી પણ તમારા સૌદર્યને સુંદર રીતે ખીલવી શકે છે તો તમારે થોડોક તો વિશ્વાસ કરવો પડશે. તો આવો તે માટે સૌ પ્રથમ જાણીએ કે તમારી સ્કીન કેવા પ્રકારની છે. કેમકે ઓઈલી, ડ્રાય અને નોર્મલ સ્કીન માટે ટ્રીટમેંટ અલગ અલગ પ્રકારની છે. તો તે માટે થોડીક તૈયારી કરી લઈએ.

* સૌ પ્રથમ તો એવી જગ્યાએથી માટી લો જ્યાં પહેલાં કોઈ પણ પ્રકારનું ફર્ટિલાઈઝર ન નાંખવામાં આવ્યું હોય. કેમકે તેનાથી તમારી ત્વચાને નુકશાન થઈ શકે છે.

* માટી લીધા બાદ તેને સારી રીતે ચાળી લો. આનાથી તેમાં રહેલા કાંકરા દૂર થઈ જશે અને તમારી સ્કીનને તે વાગવાનો કોઈ ડર પણ નહિ રહે.

* જો તમારી સ્કીન ઓઈલી હોય તો માટીની પેસ્ટ બનાવતી વખતે તેમાં લીંબુનો રસ નાંખો. ડ્રાય સ્કીન માટે કાચુ દૂધ અને કોલ્ડ ક્રીમ પણ નાંખી શકો છો અને નોર્મલ સ્કીન માટે ઠંડા પાણીમાં પેસ્ટ બનાવો.

* ખાસ કરીને ફેસપેક લગાવતી વખતે સલાહ આપવામાં આવે છે કે તેને આંખોની આજુબાજુ જ્યાં ખુબ જ પાતળી ત્વચા હોય છે ત્યાં ફેસપેક લગાવવો નહિ પરંતુ માટીના ફેસપેકને તમે તમારા આખા ચહેરા પર લગાવી શકો છો.

* ચહેરા પર લગાવવા માટે ખાસ કરીને કાળી અને સાફ માટી લો. લાલ કે પીળી માટી લગાવવી ફાયદાકારક નથી. આજકાલ વિદેશમાં પણ માટીને બ્યુટી ઈનગ્રેડિએંટ્સના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આનુ મુખ્ય કારણ છે આની કોઈ જ સાઈડ ઈફેક્ટ નથી થતી.

વેબ દુનિયા|
* ચહેરા પર માટીનો પ્રયોગ કરવાથી ઘણી બધી ચામડીની બિમારીઓ દૂર થઈ જાય છે. ચિકિત્સકોનું માનવું છે કે ચામડીને લગતાં રોગ અને સુંદરતા માટે માટી ખુબ જ ફાયદાકારક છે.


આ પણ વાંચો :