સ્ક્રબિંગ કરો અને સ્લિમ બનો
નહાવાથી ધૂળ અને ગંદકી દૂર થાય છે, પણ મૃત ત્વચા ફક્ત સ્ક્રબથી જ દૂર થઇ શકે છે. સ્ક્રબ ત્વચાને પ્રાકૃતિક ભેજ પૂરો પાડે છે. તે ત્વચામાં ભળીને શોષાઇ જાય છે. સ્ક્રબને વ્યવસ્થિત રીતે ઘસી અને મસાજ કરવામાં આવે ત્યારે તે ત્વચામાં ભળે છે. તેને બરાબર ત્વચા પર લગાવીને શરીર પર પ્લાસ્ટિક લપેટી દેવામાં આવે છે. સ્ક્રબ લગાવતાં પહેલાં ગરમ કે થોડા ઠંડા પાણીથી સ્નાન કરી લેવું જેથી રોમછિદ્રો ખૂલી જાય અને પોષકતત્વ ત્વચામાં સમાઇ જાય. પરિણામે ત્વચા કોમળ અને સ્વચ્છ પણ થઇ જાય છે. ત્વચાના મૃત તત્વો નીકળી જાય છે અને સૌથી અગત્યની વાત કે તેનાથી તમારું વજન પણ ઘટશે.એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સ્ક્રબમાં સારા ગુણ હોય છે. તેમાં કલે અને સોલ્ટ હોય છે. તેને વધારે સ્પેશિયલ બનાવવું હોય તો તેમાં ઓઇલ અને અન્ય પોષકતત્વો ભેળવો. દરિયાઇ માટી, ખનીજ અને એલોવેરાયુક્ત સ્ક્રબનો ઉપયોગ કરવાથી ખરાબ તત્વો તો દૂર થાય છે પણ સાથે જ શરીરની વધારાની ફેટ પણ ઓછી થાય છે.પંદર દિવસમાં તમે બેથી ત્રણ વાર સ્ક્રબ કરી શકો છો. આનાથી ત્વચા ખેંચાયેલી રહે છે. કોશિકાઓની વચ્ચે રહેલી જગ્યા ખાલી થઇ જાય છે અને આ ખાલી જગ્યાને ભરવા માટે કોશિકાઓ નજીક આવે છે. આનાથી ત્વચા નરમ અને મુલાયમ બને છે અને શરીર સ્લિમ દેખાય છે.