શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By નઇ દુનિયા|

રંગબેરંગી આકર્ષક હેયરસ્ટાઈલ

N.D
હેયર સ્ટાઈલને વધુ આકર્ષક અને સ્ટાઈલિશ બનાવવા માટે વાળમાં હેયર કલર કરવાનો ટ્રેંડ આજકાલ ઘણો વધી ગયો છે. જો તમારા વાળ સ્વસ્થ છે તો તમે તમારી હેયર સ્ટાઈલની સાથે હેયર કલરમાં પણ ફેરફાર કરી શકો છો. પંરંતુ જ્યારે તમારા વાળોનો પ્રાકૃતિક રંગ હેયર કલર કરવાના બે મહિના પછી જ જુદી દેખાય તો તમે ગભરાતા નહી પરંતુ તમારા બ્રશ અને મોજા ફરીથી ગ્લોસ ફરી ઉઠાવો અને વાળને રિપેયરિંગ બીજીવાર કરો.

કોઈ સેલૂનમં જઈને વધુ પૈસા આપી કલર કરાવવો એ તમારા પર્સને ખાલી કરી શકે છે. તમે ધારો તો ઘરે જ તમારા વાળને કલર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે =

- પહેલા એ નક્કી કરો કે તમે તમારા વાળની જડમાં કયા પ્રકારનો રંગ કરવા ઈચ્છો છો. જો તમે વાળની જડોને કલર કરવા નથી માંગતી અને પહેલા જેવો જ રંગ રાખવા માંગો છો તો વાળને પ્રાકૃતિક રંગ અને પહેલા જેવા રંગ વચ્ચે એક એવા ક્ષેત્રને પસંદ કરો, જે બંને સાથે મેળ ખાતો હોય.

- કલર કરતા પહેલા અડધા માથા પર અને કાનની ઉપર થોડી પેટ્રોલિયમ જેલી લગાવો. તેનાથી કલરના સ્કીન પર દાગ પડવાની આશંકા ઓછી રહે છે.

- વાળને કલર કરવા માટે બ્રશનો ઉપયોગ કરી રહ્યા હોય તો હાથમાં ગ્લોઝ પહેરીને જ વાળને કલર લગાવો.

- વાળમાં કલર કરતા પહેલા વાળને સારી રીતે ધોઈ લો અને સારી રીતે ગૂંચ ઉકેલી દો. ત્યારબાદ વાળને બે ભાગમાં વિભાજીત કરીને વાળને ધીરે ધીરે કલર લગાવો.

- ખભાના એક ભાગ પરથી વાળને ઉંચકીને વાળને કલર લગાવો.

- વધેલા વાળ પર સારી રીતે કલર લગાવો. વાળના જે ભાગમાં પહેલાથી કલર છે, તે ભાગ અને જડની વચ્ચે ભેળવીને કલર લગાવો.

- કલરિંગ પાઉચ કે ડબ્બા પર લખેલ કલર લગાવવાની વિધિ અને સલાહને ધ્યાનપૂર્વક વાંચીને તેના મુજબ વાળમાં કલર લગાવો.