લેટેસ્ટ ફેશન - લગ્નમાં ડ્રેસ સાથે હવે મેચિંગ પર્સ પણ ટ્રેડીશનલ ડિઝાઈનના

વેબ દુનિયા|
P.R
લગ્નમાં ડ્રેસ, પાનેતર, જ્વેલરી, મેક-અપ ઉપરાંત ફેશનેબલ એસેસરીઝમાં પણ આજકાલ નવા-નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ડ્રેસની સાથેના મેચિંગ પર્સનો ટ્રેન્ડ પણ છોકરીઓમાં જોવા મળે છે.

આમ પણ હવે ડિઝાઇનર ફન્કી પર્સનો ટ્રેન્ડ છોકરીઓમાં હોટ છે. ત્યારે ધરાવતા વિવિધ વર્ક કરેલા પર્સ સાથે રાખીને સાજ-શણગાર સજેલી દુલ્હન પોતાની શાનમાં વધારો કરે છે. બીડ વર્ક, હેન્ડ એમ્બ્રોયડરી અને મશીન એમ્બ્રોયડરીવાળા વિવિધ શેડના પર્સ નવવધૂઓને પસંદ પડતા હોય છે.
૨૪ વર્ષની આશી પટેલે પણ તેના લગ્ન માટે મરૂન કલરના ડ્રેસ સાથે મેચ થાય એવો પર્સ ડિઝાઇન કરાવ્યો છે.

જોકે આશીના પર્સની ડિઝાઇન ખુદ એની મોટી બહેને કરી છે. તે કહે છે કે,''સામાન્ય રીતે પણ શોર્ટ પર્સની ફેશન છોકરીઓમાં વધી રહી છે. કેમ કે એના લીધે પર્સનાલીટીમાં નિખાર આવી જાય છે. હવે લગ્ન અથવા તો રીસેપ્શન જેવા ફંકશનમાં દુલ્હનના હાથમાં આ પ્રકારના ડિઝાઇર પર્સ હોય તા એની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.''
આશીની બહેન ફેશન ડિઝાઇનર છે. તે કહે છે કે,''આજકાલ લગ્નો માટેના પર્સમાં ટ્રેડીશનલ વર્કની ડિમાન્ડ વધુ જોવા મળે છે. એમાંય અને હેન્ડ એમ્બ્રોયડરીવાળા પર્સ તો ખૂબ ચાલે છે.

આશી માટે મેં બીડવર્ક(રંગબેરંગી પથ્થર દ્વારા કરવામાં આવતું એક પ્રકારનું વર્ક) કરેલું પર્સ તૈયાર કર્યું છે.
આ પર્સનો રંગ એના રીસેપ્શનના ડ્રેસની સાથે મેચ થાય છે.''

ફેશનેબલ છોકરીઓ આ પ્રકારના પર્સની ખરીદી ઇ-શોપ પરથી પણ કરતી હોય છે. આવી રીતે ખરીદી કરવાથી ઘણી વરાઇટી જોવા મળે છે અને ડિઝાઇ એક સાથે જોવા મળી જાય છે. ૨૬ વર્ષની મોહિની ભાવસારે પણ લગ્ન માટે ખૂબ જ અટ્રેકટીવ પર્સની ખરીદી ઘર બેઠા કરી છે. તે કહે છે કે,''મારે લગ્ન માટે એકદમ સ્પેશિયલ પર્સ જોઇતું હતું. લગ્નની તમામ તૈયારીઓ માટે હું મારી એક ફ્રેન્ડ સાથે ઇન્ટરનેટ સર્ફિંગ કરતી હતી, ત્યારે વિવિધ ડિઝાઇનર જ્વેલરી, ડ્રેસ અને એસેસરીઝ મને ખૂબ ગમી હતી. આમાંથી દરેક વસ્તુનો ઓર્ડર તો હું નહોતી આપી શકી, પરંતુ ખરીદવાનો ઓર્ડર તો મેં આપી જ દીધો હતો. પોલી સીલ્કના બનેલા આ પર્સની ઉપર હાથથી ફૂલાવર્સની અદૂભુત ડિઝાઇન બનાવવામાં આવી છે. પર્પલ અને યલો રંગના કોમ્બીનેશનના લીધે પણ મને આ પર્સ ગમી ગયો હતો.'' જોકે આવા ડિઝાઇનર-મેડ વેડિંગ પર્સ માટે સારા એવા રૂપિયા પણ ખર્ચવા પડે છે. એક સામાન્ય વર્ક કરેલો પર્સ સહેેજેય ૫૦૦ રૂપિયામાં મળતો હોય છે. આ માટે એક ડિઝાઇનર વર્ષા પટેલ કહે છે કે,''પર્સની પેટર્ન કે ડિઝાઇનમાં કંઇ જ નવું હોતું નથી. માત્ર તેની ઉપર કરવામાં આવતા વર્કના લીધે પર્સ ખૂબ આકર્ષક અને સુંદર બની જતા હોય છે. ખાસ વેડિંગ પર્સ માટે મોર્ડન છોકરીઓ ૫૦૦ રૂપિયાથી લઇને ૩૦૦૦-૪૦૦૦ હજાર રૂપિયા ખર્ચી નાંખતી હોય છે. જોકે અત્યારે શોર્ટ પર્સની ડિમાન્ડ ખૂબ છે.''
કલરફૂલ અને ભરચક વર્ક કરેલા વેડિંગ પર્સ વિવિધ મટીરીઅલમાં મળતા હોય છે. આ માટે એક અન્ય ડિઝાઇનર સલોની ગુપ્તા કહે છે કે,''વેડિંગ સ્પેશિયલ પર્સ સીલ્ક, પોલીસીલ્ક, ડયુમિયન,, સેટીન અને વેલ્વેટ મટીરીઅલમાંથી બનાવવામાં આવે છે. આ મટીરીઅલ ઉપર સ્ટોન વર્ક, બીડવર્ક, ફૂલાવરી ડિઝાઇન, ટ્રેડીશનલ ડિઝાઇન ઉપરાંત હેન્ડ એમ્બ્રોયડરી અને મશીન એમ્બ્રોયડરી કરીને પર્સને આકર્ષક અને ફેશનેબલ લુક આપવામાં આવે છે.''
લગ્નપ્રસંગમાં દુલ્હનના શણગારનો અભિન્ન અંગ બનતા આ ફેશનેબલ પર્સ યુવતિઓની ડિમાન્ડ પ્રમાણે વિવિધ કલર્સમાં પણ ડિઝાઇરો બનાવી આપે છે. જોકે રેડ, મરૂન, યલો, પર્પલ, સિલ્વર અને ગોલ્ડન કલર્સને રેગ્યુલર કહી શકાય છે.


આ પણ વાંચો :