દુકાનમાં ઉભેલા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું; સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
કર્ણાટકના માંડ્યા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કપડાં ખરીદવા માટે દુકાને ગયેલા એક વ્યક્તિને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. દુકાનની અંદર જ તેનું મોત નીપજ્યું. આખી ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તે વ્યક્તિ પહેલા બેચેની અનુભવે છે અને પછી ટેબલ પર ઢળી પડે છે. દુકાનદાર અને ત્યાં હાજર અન્ય લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના માંડ્યા જિલ્લાના માલાવલી તાલુકાના હલાગુર શહેરમાં બની હોવાનું કહેવાય છે. એક વ્યક્તિ કપડાં ખરીદવા માટે દુકાને ગયો હતો. તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે થોડીવાર માટે અસ્વસ્થતા અનુભવતો હતો અને પછી ટેબલ પર પડી ગયો. દુકાનદાર ચોંકી ગયો. તેણે નજીકના લોકોને બોલાવ્યા, અને તે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થયું. મૃતકની ઓળખ હુલ્લાગલ ગામનો રહેવાસી એરાનિયા (58) તરીકે થઈ છે.