સૌદર્ય ટીપ્સ - મેકઅપ દ્વારા બનાવો નશીલી આંખો

સ્મોકી આઈમેકઅપ

વેબ દુનિયા|

N.D
- સૌ પહેલા પાંપણને ઓઈલ ફ્રી બનાવવા માટે આઈ શેડો બેસ લગાવો. તેને પ્રાઈમર પણ કહેવાય છે. પ્રાઈમારને આંખો પર લગાવો અને થોડીવાર સુકાવા દો.

- બ્લેક, ગ્રે કે બ્રાઉન આપ જે પણ કલરની આંખો ઈચ્છતા હોય તેના પર કલરનો ઘટ્ટ આઈ લાઈનર ઉપરની પાંપણ વચ્ચે લગાવો.

- જો તમે 'જ્વેલ-ટોંડ' સ્મોકી આઈઝ ઈચ્છો છો તો બ્લૂ, પર્પલ અને ડીપ ગ્રીન કલરની પસંદગી કરો.
N.D
- નીચેના પાંપણ માટે આઈ લાઈનર પેંસિલનો ઉપયોગ કરો. તેનાથી લાઈનર ફેલાવવામાં સહેલાઈ રહેશે. લાઈનર લગાવ્યા પછી તેને આંગળીથી થોડુ ફેલાવી દો. જો આપ થોડો ડાર્ક આઈ મેકઅપ ઈચ્છતા હોય તો આઈ શેડોનો પણ ઉપયોગ કરી શકો છો.

- નશીલી આંખોના મેકઅપ માટે હંમેશા લાઈટ કલરના આઈ શેડો બેસને ડાર્ક કલરની સાથે લગાવો.

- આઈ શેડો બ્રશથી ઉપરની પાંપણ પર આઈ શેડો લગાવો. આઈ શેડો સારી રીતે ફેલાવી દો, જેથી આઈ લાઈનર દેખાય નહી. બંને આઈ શેડોને સારી રીતે મિક્સ કરો.
- હવે આઈશેડો પર ડાર્ક મસ્કરા લગાવો, જો તમારી આઈલેશેજ લાંબી નથી તો તેને લેશ કર્લરથી થોડી કર્લ કરી લો.


આ પણ વાંચો :