હર્બલ બ્યુટી કેયર

વેબ દુનિયા|

N.D
ગરમીથી બળતી ત્વચા માટે - ત્રણ ચમચી તુલસીના પાનનો રસ, 2 ચમચી કાકડીનો રસ, 1 ચમચી ચંદનનો લેપ સર્વને મિક્સ કરો અને ગરમીથી બળેલી ત્વચા અથવા બ્લેક સ્પોટ પર લગાવી આરામ મળતા સુધી રાખો.

સુકી ત્વચા માટે - 4 ચમચી જવનો લોટ, 1 ચમચી ઈવનિંગ પ્રિમરોજ(વસંતી ગુલાબ) તેલ, એક ટીપુ લેવેંડર તેલ, 2 ચમચી દૂધ. આ બધા પદાર્થોને મિક્સ કરો અને ત્વચા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. તમારે સૂકી ત્વચા મુલાયમ બની જશે.

વિટામીન એ માટે - કેરેટનુ માસ્ક. :- એક ગાજર, 1-2 ચમચી મધ, ગાજરનો રસ કાઢીને મધમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ નાખો. તેનાથી વિટામીન એ ની પૂર્તિ થાય છે.


આ પણ વાંચો :