સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (13:47 IST)

Back Pain In Morning: સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે, આ રીતે દૂર થશે

Waist
Back Pain In Morning: સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ખૂબ ફેરફાર આવી ગયો છે. આ કારણે લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓ થાય છે. આ સમસ્યાઓમાંથી એક છે સવારે ઉઠતા જ કમરનુ દુખાવો થવો. કમરના દુખાવા ખૂબ સામાન્ય છે. પણ જો સવારના સમયે કમરમાં દુખાવો થાય છે તો તે ખૂબ અસહનીય રહે છે. સવાર ઉઠતા જ કમરમાં દુખાવા થાય છે તો દિવસભર ખરાબ થઈ જાય છે. આ કારણે ઘણી પરેશાનીઓ થાય છે. આ દુખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેનામાંથી એક છે વધતી ઉમ્ર તો તેની સાથે હાડકાઓનો ધનત્વ ઓછુ થવા લાગે છે જેના કારણે કમરના દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. તે સિવાય પણ સવારના સમયે કમરના દુખાવાના ઘણા કારણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ આ સમસ્યા શા માટે હોય છે તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. 
 
સવારે કમરનો દુખાવા શા માટે હોય છે
ખોટી રીતે પડખે લેવાના કારણે
ખોટી રીતી પડખે લેવાના કારણે કે પછી એકજ પડખે સૂવાના કારણેથી પણ કમર દુખે છે. જો તમે એક જ પડખે સૂવો છો તો આ ટેવને બદલી નાખો. તેના માટે તમે રાત્રેના સમયે ઓછામાં ઓછા 4-5 વાર પડખે લેવું. તેનાથી તમને કમરના દુખાવામાં આરામ મળશે. 
 
ઑસ્ટિયોપોરોસિસ 
કમરના દુખાવાના કારણે ઑસ્ટિયોપોરોસિસ પણ થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં હાડકાઓ ધીમે-ધીમે નબળા થાય છે જો ઑસ્ટિયોપોરોસિસના રોગ છે તો તમને તરત ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
સ્લિપ ડિસ્ક 
સ્લિપ ડિસ્કમાં ગડબડી હોવાના કારણેથી પણ સવારે-સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
 
કેલ્શિયમની ઉણપ
શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય ત્યારે પણ સવારે ઉઠ્યા પછી કમરમાં દુખાવો થાય છે. જો તમે આ પ્રકારની પીડાથી પરેશાન છો, તો તમારે તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
 
વ્યાયામ રાહત લાવી શકે છે
જો તમને કોઈ ઈન્ફેક્શન, ડિસ્કની સમસ્યા કે આર્થરાઈટિસ ન હોય, એટલે કે દર્દનું કારણ માત્ર નબળા સ્નાયુઓ હોય, તો સરળ કસરતો કરી શકાય છે.આ માટે તમે યોગના 3 આસનો કરી શકો છો. પવનમુક્તાસન, બંધાસન, ભુજંગાસન અથવા નૌકાસન.
(Edited By-Monica Sahu)