શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (14:21 IST)

સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક

શુ તમે જાણો છો કે સરગવાની સીંગની (ડ્રમસ્ટિક્સ) જડથી લઈને ફૂલ અને પાનમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો છે. જેમા સ્વાદ વધારવા માટે લીંબૂનો રસ, કાળામરી અને સંચળ મિક્સ કરવામાં આવે છે.   તમે તમારા ફાયદા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તેના પર પ્રકાશ નાખી રહ્યા છે
 
1. સરગવાની શિંગના તાજા ફૂલ અને ગાયના દૂધથી પુરૂષોની મર્દાના નબળાઈ અને મહિલાઓમાં સેક્સની નબળાઈને દૂર કરી શકાય છે. 
 
2. સરગવાની સિંગની છાલનો પાવડર રોજ લેવાથી વીર્યની ગુણવત્તામાં સુધાર થાય છે અને પુરૂષોમાં શીધ્રપતનની સમસ્યા પણ દૂર થાય છે. 
 
3. છાલટાનો પાવડર, મધ અને પાણીથી એક  મિશ્રણ તૈયાર થાય છે,  જે શીધ્રપતનની સમસ્યાનો અચૂક ઈલાજ છે. 
 
4. સરગવાના પાનનુ સૂપ ટીબી, બ્રોંકાઈટિસ અને અસ્થમા પર નિયંત્રણ માટે કારગર સમજવામાં આવે છે. 
 
5. આ પાચન માટે સૌથી યોગ્ય શાકભાજી માનવામાં આવે છે. 
 
6. તાજા પાનને નિચોડીને કાઢવામાં આવેલ રસને એક ચમચી મધ અને એક ગ્લાસ નારિયળ પાણી સાથે લેવુ જોઈએ. તેનાથી કોલેરા, ડાયેરિયા, ડીસેંટ્રી, કમળો અને કોલાઈટિસની સમસ્યામાં આરામ મળે છે.  
 
7. જો પેશાબમાં વધુ પ્રમાણમાં યૂરિયા જઈ રહ્યુ હોય તો દર્દીને સરગવાના તાજા પાનને નિચોડીને તેના રસ સાથે કાકડી કે ગાજરનો રસ મિક્સ કરીને પીવડાવી દો તેનાથી તત્કાલ આરામ મળે છે.