બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 20 જુલાઈ 2022 (01:09 IST)

Uric acid વધવા પાછળ આપણી આ 4 ભૂલો છે જવાબદાર, જો તમે પણ કરો છો આવુ કામ તો લાંબા સમય માટે પડી શકો છો બીમાર

uric acid
Uric acid mistakes : જો તમે યૂરિક એસિડથી પીડિત છો તો તમારે ખાવા પીવાને લઈને સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે શરીરમાં એસિડ   (Acid) નુ લેવલ વધી જાય છે તો સોજા (swelling), સાંધાનો (joint pain) અને એડિઓનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ત્યારે થાય છે જ્યાર આપણી દિનચર્યામાં થોડી એવી ભૂલે આપણે કરી બેસીએ છીએ. જેના કારણે યૂરિક એસિડનુ સ્તર સામાન્યથી અધિક થઈ જાય છે. આવામાં તમે  4 ભૂલો છે તેને સુધારીને યૂરિક એસિડને બેલેંસ કરી શકો છો. તો ચાલો જાણીએ લાઈફસ્ટાઈલની એ ભૂલો વિશે.. 
 
આ ભૂલોને કારણે વધે છે યૂરિક એસિડ 
 
- યૂરિક એસિડ વધવાનુ કારણ ફૈટ પણ્હોય છે. તેથી તમે એવી કોઈ વસ્તુનુ સેવન ન કરશો જેનાથી તમારા શરીરનુ વજન વધે.  આ બોડીમાં એસિડના સ્તરને વધુ વધારીએ છે. તેથી વજન કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. 
 
-નોનવેજ વધુ ખાનારાઓમાં પણ યૂરિક એસિડનુ લેવલ વધી જાય છે. જો ત મે પહેલાથી જ હાઈ યૂરિક એસિડથી પીડિત છો તો તમારે તેનુ સેવન વધુ ન કરવુ જોઈએ.  ચિકન, મટન જેવી વસ્તુઓ ખાવી બંધ કરી દેવી જોઈએ. 
 
- આ બીમારીથી  પીડિત લોકોએ દારૂ અને સિગરેટને પણ હાથ ન લગાવવો જોઈએ.  વધુ દારૂ પીવાથી બૉડીનુ વોટર લેવલ ઓછુ થઈ જાય છે.  જેનાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. જેનાથી યૂરિયાનુ લેવલ પણ વધી જાય છે અને માંસ પેશિઓમાં પણ દુખાવો થવા માંડે છે. 

-દહી પણ યૂરિક એસિડના વધવા પર ન ખાવુ જોઈએ. કારણ કે ખાટી વસ્તુઓથી યૂરિકનુ લેવલ વધવા માંડે છે. માંસપેશિયોમાં દુ:ખાવો જકડ્યા હોવાની ફરિયાદ શરૂ થઈ જાય છે. તો હવેથી અહી બતાવેલી વાતો પર ધ્યાન આપો અને તમારા બોડીમાં યૂરિક એસિડને કંટ્રોલમાં રાખો.