1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (14:32 IST)

ડ્રેંડ્રફથી લઈને એડીઓને ઠીક કરે છે આ નાની વસ્તુ

શિયાળામાં એડિઓ ફટવાની અને વાળના રૂખાપનની સમસ્યા વધારે હોય છે અને તેના સેવન માટે બહુ લોકો બ્યૂટી પ્રોડ્કટ્સના ઉપયોગ કરે છે. જો તમે આ બધીની જગ્યા કેટલાજ ઘરેલૂ વાત પર ધ્યાન આપશો તો આ ઉપાય તમારા માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. આમ તો કપૂરનો વધારે ઉપયોગ પૂજા-પાઠમાં કરાય છે. 
પણ જો તમે જોવાય તો કપૂર એક આયુર્વેદિક ઔષધિ પણ છે જેને તમે એંટીસેપ્ટિક અને એંટી ડેંડ્રફના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે જાણો છો કે કપૂર અમારી સુંદરતાને ચાર ચાંદ પણ લગાવી શકે છે. 
 
1. ગ્લોઈંગ ત્વચા 
તમે તમારા ચેહરાની ગ્લોઈંગને વધારવા ઈચ્છો છો તો તમે રાત્રે સૂતા સમયે કાચા દૂધમાં થોડા કપૂર પાવડર મિક્સ કરી લો અને રૂની મદદથી  તેને તમારા ચેહરા પર લગાડો 5 મિનિટ પછી ચેહરાને ધોઈ લો. 
2. ખીલ અને પિંપલ્સ 
જો તમે પિંપલ્સ અને ખીલના કારણે બહુ પરેશાન છો તો તમે નારિયળના તેલમાં કપૂર પાવડરને મિક્સ કરી લો. તેને દરરોજ સવારે સાંજે તમારા પિંપલ્સ અને 
 
ખીલના ડાઘ ઉપર લગાડો. આવું કરવાથી બહુ જલ્દી જ પિંપલ્સ સૂકવા લાગશે અને તેના ડાઘ પણ ખત્મ થઈ જશે. 
 

3. ડેંડ્રફ દૂર કરો
ડેંડ્રફને દૂર કરવા માટે આ સૌથી કારગર ઉપાય છે. તેના માટે તમે નારિયેળના તેલમાં કપૂર પાવડર નાખી મિક્સ કરી લો અને તેને હૂંફાણા કરી તમારા વાળ પર મસાજ કરો. એક કલાક પછી વાળ ધોઈ લો. આ ઉપચારથી ડેંડ્રફની સમસ્યા દૂર થશે અને વાળ પણ મજબૂત બનશે. 
4. એડિઓ નરમ બનાવે 
ગર્મ પાણીમાં થોડા કપૂર અને મીઠું નાખી લો. આ પાણીમાં થોડી વાર  સુધી પગ નાખી રાખો. સ્ક્રબ કરી મૉશ્ચરાઈજર ક્રીમ લગાવી લો. તમારી ફાટેલી એડિયોની  સમસ્યા દૂર થઈ જશે.