ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (07:06 IST)

Beauty tips- ક્રીમથી નહી, આ નેચરલ રીતે મેળવો ગોરી રંગત

દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો રંગ ગોરો હોય. પોતાની આ ઈચ્છાને પૂરા કરવા માટે છોકરીઓ ઘણા બ્યૂટી પ્રાડ્કટસ ઉપયોગ કરે છે પણ ઘણી વાર તેનાથી ત્વચાને નુક્શાન પહોંચે છે. જો તમે ગોરી અને બેદાગ ત્વચા ઈચ્છો છો તો કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવો. આજે અમે તમને બહુ જ સરળ ઉપાય જણાવીશ જેને અજમાવીને તમારી રંગતમાં નિખાર આવે છે. 
1. બટાટા અને દહીં 
1 ચમચી છીણેલું બટાટામાં 1 ચમચી દહીં નાખી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચેહરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. તેનાથી ચેહરાની રંગત નિખરશે. 
 
2. ગાજર અને મધ 
2 ગાજર લઈને સારી રીતે વાટી લો. હવે તેમાં 1 ચમચી મધ મિક્સ કરી ચેહરા પર લગાવો પછી પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાનો રંફ સાફ થશે. 
 
3. કેળા દહીં અને મધ 
1 કેળાને મેશ કરી તેમાં દહીં અને મધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો. તેનાથી ચેહરા પર ગ્લો આવશે. તે સિવાય દહીંને તમારા ચેહરા પર લગાવો અને પછી ધોઈ લો.