શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 24 મે 2018 (15:59 IST)

છાશથી બનેલો ફેસ પેક તમને આપશે ચમકદાર ત્વચા

Beauty tips - butter milk face pack
ઉનાડામાં છાશ અને લસ્સીનો સેવન ખૂબ કરાય છે. સ્વાદમાં તો એ મજેદાર લાગે જ છે. શરીરમાં પણ ઠંડક બનાવી રાખે છે. જેનાથી તમે ગર્મીના દુષ્પ્રભાવથી બચ્યા રહો છો. નમકીન કે મીઠી લસ્સીના રૂપમાં તેનો સેવન પાચન માટે પણ ફાયદાકારી હોય છે. છાશ એક ઔશધિની રીતે કામ કરે છે. છાશથી બનેલા ફેસપેકથી ડ્રાઈ સ્કિન, ટેનિંગ, ડાઘથી છુટકારો મેળવી શકાય છે. 
 
જો તમને સનબર્ન થઈ જાય છે અને તમે તેનાથી છુટકારો મેળવા માટે થોડી છાશમાં થોડું ટમેટાનો રસ મિક્સ કરી કૉટનની મદદથી તમારા ચેહરા પર લગાવો. અડધા કલાક પછી તેને સાફ પાણીથી તમારા ચેહરાને ધોઈ લો. તેનાથી તમારી સ્કિન સનબર્નથી બચી રહેશે. 
 
ડ્રાઈ સ્કિનથી છુટકારો મેળવા માટે અઠવાડિયામાં એક વાર છાશમાં થોડું જવનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી લો, હવે આ પેસ્ટને તમારી સ્કિન પર સારી રીતે લગાવો. ફેસપેક સૂકી જતા તેને હૂંફાણા પાણીથી ધોઈ લો.