આ વસ્તુ નાખીને બનાવો ફુદીના મસાલા છાશ...સ્વાદિષ્ટ લાગશે

Last Modified મંગળવાર, 24 એપ્રિલ 2018 (15:00 IST)
છાશન નવો સ્વાદ તમને સૌને ભાવશે.
આ બનાવવી ખૂબ જ સહેલી છે અને ગરમીમાં ખુદને તાજા રાખવા માટે આ એક બેસ્ટ ડ્રિંક છે.

સામગ્રી - એક કપ દહી
એક નાનકડી વાડકી ફુદીનાના પાન
એક નાનકડી વાટકી ધાણાના પાન
બે લીલા મરચા (ઝીણા સમારેલા)
એક નાનકડી ચમચી સંચળ
એક નાની ચમચી સેકેલા જીરાનો પાવડર
એક નાની ચમચી ચાટ મસાલો અને પાણી જરૂર મુજબ

બનાવવાની રીત - સૌ પહેલા ફુદીના પાન અને ધાણાના પાનને ધોઈને ઝીણા સમારી લો
- હવે એક વાસણમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો.
- મિશ્રણને સારી રીતે બ્લેંડ કરી લો એટલે કે વાટી લો. તેને ત્યા સુધી ફેંટતા રહો જ્યા સુધી કે એ સારી રીતે મિક્સ ન થઈ જાય.
- તૈયાર છે મસાલા છાશ.. થોડીવાર ફ્રિજમાં મુકીને ઠંડી-ઠંડી સર્વ કરો.


આ પણ વાંચો :