શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (14:46 IST)

મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ.. વધી શકે છે ઈનકમ

શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની પૂજાથી બધા દુખ દૂર થઈ શકે છે.  બજરંગ બલીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને અપનાવતા ભક્તની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે.  જાણો જ્યોતિષ મુજબ કંઈ કંઈ વસ્તુઓ મંગળવારે હનુમાનજીને ચઢાવવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
1. સિંદૂર અને ચમેલીનુ તેલ - સિંદૂર અને ચમેલીના તેલથી જ હનુમાનજીનો શૃંગાર કરવામાં આવે છે. 
 
2. ગુલાબના ફૂલ - દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને પુષ્પ હાર ચઢાવવો શ્રેષ્ઠ વિકલ્પ છે. 
 
3. પાન - હનુમાનજીને મીઠુ બનારસી પાણ્ણ પણ ચઢાવાય છે. પાનમાં લવિંગ પણ લગાવો. 
 
4. ધૂપદીપ - હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવવાથી બધા દેવી-દેવતાઓની કૃપા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે. 
 
5. નારિયળ કોઈપણ પૂજન કર્મમાં નારિયળનુ વિશેષ સ્થાન છે.  આ જ કારણે હનુમાનજીને પણ નારિયળ વિશેષ રૂપે ચઢાવવુ જોઈએ. 
 
6. પાંચ પ્રકારના ફળ - પૂજામાં ફળ ચઢાવવાની વિશેષ પરંપરા છે. હનુમાનજીને દર મંગળવારે પાંચ મૌસમી ફળ ચઢાવવા જોઈએ. 
 
7. મીઠાઈ - હનુમાનજીને મીઠાઈ પણ અર્પિત કરવી જોઈએ. મીઠાઈ અર્પિત કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે.