Bilaspur Train Accident પછી રીશેડ્યૂલ કરવામાં આવી ત્રણ ટ્રેન, માલગાડી સાથે પેસેન્જર ટ્રેન કેવી રીતે અથડાઈ ? જાણો
બિલાસપુર ટ્રેન અકસ્માત અંગે, અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રેન નંબર 68733 ગેવરા રોડથી બિલાસપુર જઈ રહી હતી ત્યારે અપ લાઇન પર અકસ્માત થયો હતો. બિલાસપુરથી એક માલગાડી તે જ ટ્રેક પર આવી. ડ્રાઇવરે ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતર ઓછું હોવાથી, આ અકસ્માત થયો. આ અકસ્માતમાં નવ લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. ટ્રેન અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. રેલ્વેએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિગ્નલિંગમાં ટેકનિકલ ખામી અથવા રૂટ ડાયવર્ઝનને કારણે ટ્રેનો એક જ ટ્રેક પર એકસાથે આવી ગઈ. મહિલા સહાયક લોકો પાઇલટને બચાવી લેવામાં આવી હતી, જ્યારે લોકો પાઇલટ વિદ્યા રાજનું મૃત્યુ થયું હતું. માલગાડીના ગાર્ડ શૈલેષ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત બાદ રેલ વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો, પરંતુ હવે ટ્રેનોને વૈકલ્પિક ટ્રેક પર વાળવામાં આવી રહી છે. બિલાસપુર રેલ્વે સ્ટેશન પર એક વધારાનો કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. રેલ્વે વહીવટીતંત્રે મુસાફરો અને તેમના પરિવારોની સુવિધા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે:
બિલાસપુર – 7777857335, 7869953330
ચાંપા – 8085956528
રાયગઢ – 9752485600
પેન્દ્રા રોડ – 8294730162
કોરબા – 7869953330
દુર્ઘટના સ્થળ પર ઉપલબ્ધ નંબરો
9752485499, 8602007202
બિલાસપુર સ્ટેશન નજીક આજે માલગાડી અને લોકલ MEMU પાટા પરથી ઉતરી જવાને કારણે, નીચેની ટ્રેનોનું સમયપત્રક ફરીથી ગોઠવવામાં આવ્યું છે. વિગતો નીચે મુજબ છે:
* આજે તારીખ 4 નવેમ્બર 2025 નાં રોજ કોરબાથી 16.10 વાગે જનારી ટ્રેન નં. 18517 કોરબા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ 5 કલાક મોડેથી રાત્રે 21.૩૦ વાગે રવાના થશે.
* આજે તારીખ 4 નવેમ્બર 2025 નાં રોજ કોરબાથી 18.13 વાગે પ્રસ્થાન થનારી ટ્રેન નંબર 18239 ગેવરા રોડ - નેતાજી સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ, ૩ કલાક ૩૦ મિનીટ મોડેથી રાત્રે 21.43 વાગે રવાના થશે.
* આજે તારીખ 4 નવેમ્બર 2025 નાં રોજ બિલાસપુરથી 18.50 વાગે પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 18114 બિલાસપુર - ટાટાનગર એક્સપ્રેસ, ૩ કલાક મોડેથી રાત્રે 21.50 વાગે રવાના થશે.