મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (16:46 IST)

ત્વચાની દેખરેખ કરતી વખતે પુરૂષો મોટાભાગે કરે છે આ ભૂલો

પુરૂષ સામાન્ય રૂપે ત્વચાની દેખરેખમાં કોઈ વિશેષ સાવધાંરી રાખતા નથી.  પોતાના શરીરની દેખરેખ કરતી વખતે તે મોટાભાગે અનેક નાની-મોટી ભૂલો કરી નાખે છે.  ઉલ્લેખનીય છે કે પુરૂષો પોતાના શરીર અને ચેહરા પર જુદો-જુદો સાબુ વાપરવો જોઈએ.  પુરૂષોએ સૌદર્ય ઉત્પાદ કંપની બ્રિકેલના સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જોશ મેયરે સામાન્ય રૂપે પુરૂષો દ્વારા કરવામાં આવતી ભૂલો વિશે જણાવ્યુ છે. 
 
- ચેહરાની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે અને તેને વિશેષ દેખરેખની જરૂર હોય છે. તેથી શરીર અને ચેહરા પર એક જ સાબુ ન લગાવવો જોઈએ. જૈવિક વસ્તુઓથી સમૃદ્ધ નેચરલ ફેસ વોશનો ઉપયોગ કરો.  આ કેમિકલ મુક્ત હોવાની સાથે સાથે તમારી ત્વચાને નુકશાન પહોંચનારા બેક્ટેરિયા અને ગંદકીને દૂર કરી નાખે છે. 
 
- ફેશવાળા ફોમિંગ શેવ ક્રીમથી દાઢી બનાવતા તમારી ત્વચામાં બળતરા થઈ શકે છે.  તેથી લોશનવાળા શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો.  સારી ક્વોલિટીની શેવિંગ ક્રીમ લગાવવાથી તમારી ત્વચા લાલ નહી પડે અને બળતરા પણ નહી થાય. શેવિંગ કર્યા પછી આલ્કોહોલ ફ્રી આફ્ટર શેવ લગાવો. 
 
- રોજ બે વાર ચેહરાને ફેસવોશથી ધોવો જોઈએ અને ત્વચાને સૌમ્ય રાખવા માટે ચહેરો ધોયા પછી મોઈશ્ચરાઈઝર પણ લગાવવુ જોઈએ. 
 
- સન ટૈનથી બચવા માટે કડક તાપમાં નીકળતા પહેલા એસપીએફ 15 કે તેનાથી વધુ જેવા કે એસપીએફ 20, 30 યુક્ત સનસ્ક્રીન ક્રીમ લગાવવાનુ ભૂલશો નહી.