સંબંધિત સમાચાર
- ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ
- સૌથી ઊંચા સ્ટેચ્યુ, મેગા સ્ટેડિયમ અને મૉલ પછી હવે ગુજરાતમાં બનશે દેશની સૌથી મોટી લાઈબ્રેરી, 100 કરોડ રૂપિયા મંજૂર
- ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ
- ગુજરાતી જોક્સ - એક એવી વાત
- રેલ મુસાફરો માટે સારા સમાચાર: રેલ્વેએ આ 10 ટ્રેનોના ભાડા ઘટાડ્યા છે; યાદી તપાસો.
ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખાવદર ગામની સીમમાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જ્યાં ખેતીના ઓથા હેઠળ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું વાવેતર કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
આ દરોડા દરમિયાન અંદાજે 1100 કિલોગ્રામ જેટલો લીલો ગાંજો અને અફીણનો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા આ નશીલા પદાર્થોની બજાર કિંમત આશરે 10.50 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે, જે જિલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી ગણાય છે.
#WATCH भावनगर(गुजरात): DSP भावनगर नीतीश पांडे ने बताया, "सीहोर पुलिस स्टेशन के अंतर्गत एक गांव में पुलिस ने सूचना के आधार छापेमारी में 3 बीघा ज़मीन पर अफीम और गांजे की खेती पाई गई। लगभग 11 करोड़ रुपए की कीमत की अफीम और गांजा ज़ब्त किया है। NDPS के तहत मामला दर्ज़ करके 2 आरोपियों… pic.twitter.com/98ukaRzoRK
— ANI_HindiNews (@AHindinews) February 23, 2026
પોલીસે આ ગેરકાયદે ખેતી કરવા બદલ બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી નશીલા પદાર્થોનું વાવેતર અને વેપાર ચાલતો હતો. હાલ પોલીસ દ્વારા આ બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુજરાત પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ માલ ક્યાં સપ્લાય થવાનો હતો અને આ નેટવર્ક પાછળ બીજા કયા મોટા માથાઓ સામેલ છે, તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
