ખુદને આપો 5 મિનિટ... અને કાળા હોઠ ગુલાબી બનાવો

Beauty Lips
Last Modified મંગળવાર, 14 જૂન 2016 (13:59 IST)
વધતી વય, પોલ્યૂશન, તાપ, સ્મોકિંગ, એલર્જી, હાર્મોનલ ચેંજેસ, વિટામિન્સ અને ફૈટી એસિડની કમીને કારણે અનેકવાર કાળા અને અનહેલ્દી થઈ જાય છે.
પણ આપણે ઘરમાં જ રહેલા કેટલાક સહેલા ઉપાય અપનાવીને કાળાશને દૂર કરીને તેને સોફ્ટ અને ગુલાબી બનાવી શકીએ છીએ. આ માટે તમારે રોજ બસ 5 મિનિટનો સમય કાઢવો પડશે.
બ્યૂટી એક્સપર્ટ જણાવી રહ્યા છે તમને 10 સહેલા ટિપ્સ.. .

- 1 ચમચી ટામેટાના પલ્પમાં મિલ્ક ક્રીમ મિક્સ કરી લો.
તેને હોઠ પર 3 થી 4 મિનિટ માટે મસાજ કરો.

- 1-1 ચમચી ખાંડ મધ અને અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરી લો. તેને અઠવાડિયામાં 1 કે 2 વાર હોઠ પર સ્ક્રબ કરો.

- 1-1 ચમચી લીંબુનો રસ, મધ અને ગ્લિસરીન મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાત્રે સૂતા પહેલા
હોઠ પર લગાવો.

- અડધી ચમચી ઓલિવ ઓઈલમાં 1 ચમચી ખાંડ મિક્સ કરી લો. તેનાથી હોઠ પર 2 થી 3 મિનિટ સ્ક્રબ કરો. આવુ અઠવાડિયામાં 1 થી 2 વાર કરો.

- અડધી ચમચી મિલ્ક ક્રીમમાં ચપટી હળદર મિક્સ કરી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર સ્ક્રબ કરો.

- 1-1 ચમચી ગુલાબ જળ અને મધ મિક્સ કરી લો. તેને દિવસમાં 3 થી 4 વાર હોઠ પર લગાવો.

- રેગ્યુલર રાત્રે સૂતા પહેલા ચુકંદરના રસના હોઠ પર લગાવો. સવારે ધોઈ લો.

- રેગ્યુલર ખીરાની 1 સ્લાઈસને હોઠ પર 5 મિનિટ સુધી રગડો.

- 5-6 ચમચી બદામ તેલ અને 1 ચમચી મધને મિક્સ કરી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 3 થી 4 મિનિટ સુધી
મસાજ કરો.

- 5-6 સ્ટ્રોબેરી અને 2 ચમચી બેકિંગ સોડાને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને રેગ્યુલર રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો. સવારે ધોઈ લો.

- 1-1 ચમચી આખા ધાણા અને જીરા મિક્સ કરી વાટી લો. તેમા થોડુ પાણી અને ખાંડ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેનાથી રેગ્યુલર 2 કે 3 મિનિટ સુધી હોઠ પર મસાજ કરો.

- 1 ચમચી હળદર પાવડરમાં થોડુ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 2 કે 3 મિનિટ સુધી મસાજ કરો પછી ધોઈ લો.

- અડધી-અડધી ચમચી કેસર અને કાચા દૂધને મિક્સ કરી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 2 કે 3 મિનિટ સુધી મસાજ કરો.આ પણ વાંચો :