શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 18 નવેમ્બર 2019 (13:21 IST)

જો તમે સુંદર રહેવા માગતા હોવ તો ઊંઘતા પહેલા આ 7 કામ કરો

ઉંમર ગમે જેટલી હોય પણ સુંદર દેખાવવાના સ્વપ્ન દરેક કોઈ જુએ છે, પરંતુ આ વાત સાચી છે કે ફક્ત ઈચ્છાવાથી બધુ કઈક નહી થઈ જાય છે. તેના માટે તમને થોડી મેહનત પણ કરવી પડે છે. જો તમે પણ તમારી સુંદરતાને નિખારવા ઈચ્છો છો તો દરરોજ રાત્રે સૂતા પહેલા આ ટિપ્સ જરૂર અજમાવો. 
સ્નાન લો
રાત્રે ઊંઘતા પહેલાં સ્નાન કરવાથી સમગ્ર દિવસમાં તમારા શરીર પરની ગંદકી દૂર થશે અને તમારી ત્વચા શ્વાસ લેવામાં સમર્થ થશે. સ્નાન કરતાના અડધા કલાક પહેલા પાણીમાં કેટલાક ગુલાબની પાંખડીઓ નાખી લો. આ પાણીથી સ્નાન કરવથી તમને તાજગી અનુભવે છે.
હળદરવાળું દૂધ
સૂતા પહેલા હળદરવાળું દૂધ જરૂર પીવું. તેનાથી તમારા શરીરના વિષાક્ત પદાર્થ બહાર નિકળી જાય છે અને લોહી સાફ હોય છે. હળદરવાળું દૂધ પીવાથી તમારી ત્વચા પણ નિખરશે. 
ક્રીમથી મસાજ 
આખો દિવસ અમારા મગજની સાથે સાથે અમારી આંખ પણ બહુ કામ કરે છે. તેથી આંખોની કાળજી રાખવી બહુ જરૂરી છે. સૂતા પહેલા તમારી આંખની ચારે બાજુ ક્રીમથી મસાજ જરૂર કરવું. 
બ્રશ કરવું 
રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું પણ જરૂરી હોય છે. રાત્રે ભોજન પછી જો અમે વગર બ્રશ કરીએ સૂઈ જાય છે તો તમારા દાંત પર કીટાણુ હુમલા કરવા શરૂ કરી નાખે છે. તેના કારણે સુંદર દાંત સડી શકે છે. તેથી સૂતા પહેલા તમારું બ્રશ કરવું જરૂરી છે. 
વાળ ઉકેલો
ઊંઘતા પહેલા તમારા વાળની ગૂંચ કાઢી લેવી. તેનાથી તમારા વાળ સવારે ઓછા ગૂંચાશે અને ઓછા તૂટશે. 
માશ્ચરાઈજર
સૂતા પહેલા આખા શરીર પર માશ્ચરાઈજર લગાવવું ભૂલશો નહી. આ ત્વચાની ભેજ જાળવી રાખશે અને સવારમાં ત્વચા ખૂબ ચુસ્ત દેખાશે.