શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 30 ઑક્ટોબર 2019 (16:34 IST)

High BPના દર્દી છો તો રાત્રે દવા લેવી શરૂ કરો પછી જુઓ જાદુઈ ફાયદા

રોગીઓને પોતાના મૃત્યુના જોખમને ઓછુ કરવા માટે પથારી પર જતા પહેલા દવા લેવી જોઈએ.  આવુ એ માટે કારણ કે એક નવા અભ્યાસમાં જાણ થઈ છે કે હાઈ બીપીની દવા સવારના બદલે રાત્રે લેવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થવાની શક્યતા ઓછી થાય છે.  અભ્યાસ મુજબ જો રોગી રાત્રે સૂતા પહેલા હાઈ બીપીની દવા ખાય છે તો તેમને હાર્ટ એટેકનો ખતરો 44 ટકા ઓછો થાય છે. 
 
અભ્યાસકર્તાઓએ કહ્યુ કે હાઈ બીપીના રોગીઓ પોતાના મૃત્યુના જોખમને ઓછુ કરવા માટે પથારી પર જતા પહેલા જ પોતાની દવા લેવી જોઈએ. 
 
હાર્ટ એટેકનો ખતરો ટળે છે - અભ્યાસ કર્તાઓ મુજબ હાઈ બીપીવાળા વયસ્કો પર એક અભ્યાસ કર્યો. તેમા તેમણે જોયુ કે રાત્રે સૂતા પહેલા દવા લેવાથી હાર્ટ એટેક, દિલ સંબંધી અન્ય બીમારીઓ કે સ્ટ્રોકથી પીડિત થવાની શક્યતા ઓછી થાય છે.  શોધ મુજબ રાત્રે દવા લેવાથી સ્ટ્રોક અને હ્રદય રોગનો ખતરો 66 ટકા સુધી ઘટી શકે છે. 
 
સ્પેનના વૈજ્ઞાનિઓએ હાઈબીપીની દવા લેનારાઓ 19 હજારથી વધુ દર્દીઓની તપાસ કરી.  તેમના પર સતત 6 વર્ષ સુધી નજર રાખવામાં આવી. અભ્યાસ મુજબ અડધા પ્રતિભાગીઓ રાત્રે અને અન્યને સવારના સમયે દવાનુ સેવન કરવા માટે કહેવામાં આવ્યુ.  જેમા જાણ થઈ કે જે રોગીઓએ રાત્રે દવા લીધી તેમને હાર્ટ એટેકનો ખતરો 44 ટકા અને મૃત્યુનો ખતરો 66 ટકા ઓછો જોવા મળ્યો હતો. 
 
સ્પેનની વિગો યૂનિર્વસિટી ના વૈજ્ઞાનિકો મુજબ આ દર્દીઓમાં સ્ટ્રોક થવાની શક્યતા પણ ખૂબ ઓછી હતી તેમના મુજબ અત્યાર સુધી ડોક્ટર દર્દીઓને સવારે ઉઠતા જ દવા લેવાની સલાહ આપતા રહે છે. કાર્ણ કે તેમનુ માનવુ હતુ કે હાર્ટ એટેકના સંકટને રોકવા માટે સવારના સમયે દવા લેવાથી બીપી ઓછુ કરવુ મહત્વપૂર્ણ હોય છે.