સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 16 મે 2019 (16:11 IST)

Lok Sabha 2019 - રામદેવનુ મોટુ નિવેદન, ચૂંટણી પરિણામથી વધશે કેટલાક નેતાઓનુ બ્લડ પ્રેશર, કરવુ પડશે આ આસન

. યોગ ગુરૂ બાબા રામદેવે દાવો કર્યો કે 23 મે પછી આ દેશમાં કેટલાક લોકોનુ રાજનીતિક સ્વાસ્થ્ય ગડબડી જશે.  તેમને હાઈપર ટેશન અને હાઈ બ્લડ પ્રેશર થઈ જશે. વિપક્ષીઓને કપાલભ્રાંતિ અને અનુલોમ વિલોમ કરવાની જરૂર પડશે. તેમણે કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં એનડીએની પૂર્ણ બહુમતથી જીત થશે અને પ્રધાનમંત્રીની ખુરશી પર નરેન્દ્ર મોદી જ બેસશે. 
 
રામદેવે કહ્યુ કે આ સમયે જે રાજનીતિક ઉઠાપઠક ચાલી રહી છે તેનાથી અસમંજસની સ્થિતિ છે. કેટલાક લોકો રાજનીતિક અસહિષ્ણુતા, આરાજકતા ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે.  જેના પર વિરામ લાગશે અને દેશમાં એક મજબૂત અને સ્થિર સરકાર બનશે. 
 
તેમને અભિનેતા કમલ હાસન પર મોટો હુમલો કરતા કહ્યુ કે તે સારા અભિનેતા તો હોઈ શકે છે પણ સારા નેતા નથી. તેમની નિયતમાં ખોટ છે. તેમણે કહ્યુ કે એવુ લાગે છે કે કમલ હાસનના ડીએનએમાં પણ થોડી ગડબડ છે. 
 
ઉલ્લેખનીય છે કે 2014માં બાબા રામદેવે ભાજપાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો પણ 2019માં તેઓ ચૂંટણીથી દૂર રહ્યા છે. એટલુ જ નહી બાબાએ ચૂંટણી પહેલા અનેકવાર એવા નિવેદન આપ્યા, જેનાથી ભાજપાને અસહજતાનો સામનો કરવો પડ્યો.