શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2019 (15:47 IST)

Lok Sabha 2019 - PM મોદીનો મમતાને સીધો પડકાર, આજે ફરી બંગાળમાં છે મોદીની રેલી, આજે શુ કરશે મમતા

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટની દરમિયાન થયેલ હિંસક ઘટનાઓને લઈને પીએમ મોદીના સૂબાની સીએમ મમતા બેનર્જીને સીધો પડકાર છે. યૂપીના મઉ અને ચંદૌલીમાં ગુરૂવારે રેલીઓને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે આજે એકવાર ફરીથી પશ્ચિમ બંગાળમાં મારી રેલી છે. અમે જોઈએ છીએ કે દીદી ત્યા મારી રેલી થવા દે છે કે ન અહી. ઉલ્લેખનીય છેકે મંગળવારે અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા થઈ હતી. આ દરમિયાન સમાજ સુધારક ઈશ્વર ચંદ્રવિદ્યાસાગરની મૂર્તિ તોડવાને કારણે ટીએમસી અને બીજેપીના વર્કર એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. 
 
પીએમ મોદીએ કહ્યુ, થોડા મહિના પહેલા પશ્ચિમી મેદિનીપુરમાં મારી રેલીમાં ટીએમસીએ આરાજકતા ફેલાવી હતી. ત્યારબાદ ઠાકુરનગરમાં તો આ હાલત કરવામાં આવી હતી કે મને મારુ સંબોધન વચ્ચે જ છોડીને મંચ પરથી હટવુ પડ્યુ હતુ. આજે દમદમમાં મારી રેલી છે.  જોઈએ છે દીદી આ રેલી થવા દે છે કે નહી. 
 
એટલુ જ નહી પીએમ મોદીએ સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ ટીએમસી પર લગાવ્યો. તેમણે કહ્યુ કે ટીએમસીના ગુંડાએ ઈશ્વર ચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી નાખી. આવુ કરનારાઓને કઠોર સજા આપવી જોઈએ. 
 
થોડા મહિના પહેલા પશ્ચિમી મેદિનીપુરમાં મારી રેલીમાં TMCએ આરાજકતા ફેલાવી હતી. 
 
ત્યારબાદ ઠાકુરનગરમાં તો એ હાલત કરી નાખી હતી કે મને મારુ સંબોધન વચ્ચે છોડીને મંચ પરથી હટવુ પડ્યુ હતુ. 
 
આજે દમદમમાં મારી રેલી છે. જોઈએ છે દીદી આ રેલી થવા દે છે કે નહી - પીએમ મોદી - #ApnaModiaayega
 
પીએમ મોદીએ કહ્યુ કે વિદ્યાસાગરજીના વિઝન માટે સમર્પિત અમારી સરકાર એ જ સ્થાન પર પંચઘાતુની એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરશે. આ પહેલા બીજેપી ચીફ અમિત શાહે કહ્યુ કે તૃણમૂલ કોંગ્રેસે અત્યાર સુધી અમારી 70 રેલીઓ પર રોક લગાવવાનુ કામ કર્યુ છે.