શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (17:49 IST)

બ્રેસ્ટમાં દુ:ખાવો થવાના કારણ...

મહિલાઓને અનેકવાર પર્સનલ પ્રોબ્લેમનો પણ સામનો કરવો પડે છે. આમાંથી એક છે બ્રેસ્ટ પેન મતલબ સ્તનનો દુખાવો. સ્તનમાં થનારો દુખાવો માસ્ટાલજિયા પણ કહેવાય છે. દરેક યુવતીને આ પરેશાનીમાંથી પસાર થવુ પડે છે. તેના સામાન્ય લક્ષણ છે બ્રેસ્ટમા હલ્કો દુખાવો, ભારેપન, જકડવુ, બળતરા વગેરે.  આમ તો તેને સામાન્ય માનવામાં આવે છે પણ કેટલીક સ્ત્રીઓએન માસિક ધર્મ આવતા પહેલા કે ગર્ભાવસ્થામાં કે યુવાવસ્થામાં પણ સ્તનનો દુખાવોનો સામનો કરવો પડે છે.  આ સ્માય મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટોજનના સ્તરમાં ઉતાર ચઢવને કારણે આવુ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે પહેલા તેના કારણોને જાણવા ખૂબ જ જરૂરી છે.  ત્યારે જ તેનો ઉપાય શક્ય છે. 
 
આવો જાણીએ બ્રેસ્ટમાં દુખાવો થવાના કારણ 
 
1. હાર્મોસમાં ફેરફાર - સ્તનમાં દુખાવો થવાનુ સૌથી મોટુ કારણ છે હાર્મોસ બદલાવવા. આ પરેશાની પીરિયડ્સ આવવાના એક અઠવાડિયા પહેલા કે 2-3 દિવસ પહેલા થાય છે.  જો આ દુખાવાનો સંબંધ માસિક ધર્મ ચક્ર સાથે છે તો આને સાઈક્લિકલ માસ્ટાલજિયા કહેવાય છે.  તનાવ અને માનસિક પરેશાનીને કારણે પણ હાર્મોસમાં ફેરફાર થવા શરૂ થઈ જાય છે.  જેનાથી બ્રેસ્ટમાં દુખાવો થાય છે. 
2. દવાઓનુ સેવન - સ્ત્રીઓને સૌથી વધુ એ વાતની ચિંતા સતાવે છે ક્યાક તેઓ ન ઈચ્છવા છતા પ્રેગનેંટ ન થઈ જાય. તેનાથી બચવા તેઓ આઈ પિલ કે બીજા ગર્ભ નિરોધકની મદદ લે છે. બર્થ કંટ્રોલ અને હાર્મોન રિપ્લેસમેંટ થેરેપી એવી દવાઓ છે જેના સાઈડ ઈફેક્ટ સ્તનમાં દુખાવાથી થવા શરૂ થાય છે.  આ દવાઓની અસર હાર્મોસ પર પણ પડે છે. આ ઉપરાંત અનેક વાર દવાઓ ખાવથી સ્તનમાં કોમળતા બનવી શરૂ થઈ જાય છે. જે દુખાવાનું કારણ બને છે. 
 
4. કૈફીનનુ સેવન - કેટલીક સ્ત્રીઓ જરૂરિયાતથી વધુ ચા, કોફી સોડા ચોકલેટ જેવી વસ્તુઓનુ સેવન કરે છે. કૈફીન યુક્ત આ પદાર્થ પણ સ્તનોમાં દુખાવાનુ કારણ બને છે.  તમે પણ આ ટેવનો શિકાર છો તો ધીરે ધીરે પોતાની ટેવને બદલવાની કોશિશ કરો. 
 
5. સ્તન અલ્સર - સ્ત્રીઓની બ્રેસ્ટમાં તરલ પદાર્થથી ભારે થૈલીઓને સ્તન અલ્સરના નામે ઓળખાય છે. તેને ગોળ કે અંડાકારના રૂપમાં અનુભવાય છે. મેનોપોઝનો સામનો કરી રહેલ મહિલાઓનુ સ્તન અલ્સરમાં આવેલ ફેરફારને કારણે પણ દુખાવાનો સામનો કરવો પડે છે. 
6. બ્રાની ખોટી સાઈઝ - બ્રેસ્ટમાં દુખાવો થવાનુ એક કારણ ખોટી ફિટિંગની બ્રા પહેરવાનુ પણ છે. બ્રા નુ ટાઈટ થવુ કે પછી કપની ખોટી સાઈઝ પહેરવાથી પણ આ પરેશાની થઈ શકે છે. 
 
7. જરૂરિયાતથી વધુ એક્સરસાઈઝ - એક્સરસાઈઝ દરમિયાન આરામદાયક કપડા પહેરવા જોઈએ. આ સ્માયે પુશ અપ બ્રા પહેરવાથી પણ દુખાવો થાય છે. વર્કઆઉટ કરી રહ્યા છો તો ફક્ત સ્પોર્ટ્સ બ્રા જ પહેરો. 
 
8. અન્ય કારણ - તમારા આરોગ્યને સ્વસ્થ રાખવા માટે બ્રેસ્ટમાં થયેલ ફેરફર પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. આ કારણો ઉપરાંત જો દુખાવો થઈ રહ્યો છે.. કોઈ પ્રકારની ગાંઠ અનુભવી રહ્યા છો . ચિકણો પદાર્થ નીકળી રહ્યો છે કે સોજો કે લાલગી બનેલ છે તો ડોક્ટરી તપાસ કરાવવી જરૂરી છે