શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 23 નવેમ્બર 2018 (17:55 IST)

ગોરા થવા માટે - લીલી મેથીથી મેળવો દૂધ જેવી ગોરી ત્વચા

લીલી મેથી ગુણોનો ખજાનો છે. આ ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે સાથે જ આ તમારી ત્વચા માટે પણ ખૂબ લાભકારી સાબિત થય છે. ભલે તમારા ચેહરા પર પિંપલ્સ હોય, દાગ ધબ્બા હોય કે પછી કાળી નિશાની.. આ ત્વચા સાથે જોડાયેલ દરેક સમસ્યાને ખતમ કરે છે.  જો તમે લીલી મેથીનો ફેસ પેક બનાવીને તમારા ચેહરા પર લગાવો છો તો તેનાથી તમે ગોરા બની શકો છો. 
 
જરૂરી સામાન 
 
- 1 કપ લીલી મેથી 
- 1 મોટી ચમચી મધ 
 
બનાવવાની રીત - 
 
1. સૌ પહેલા મેથીને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ મેથીને ગ્રાઈંડરમાં વાટીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. 
2. તૈયાર કરેલ પેસ્ટમાં મધ મિક્સ કરો. 
3. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને તેનો ફેસ પેક તૈયાર કરી લો. 
4 આ ફેસ પેકને તમારા ચેહરા પર લગાવો. 15 મિનિટ પછી ચેહરો પાણીથી ધોઈ લો. 
 
આ પેક ચેહરાના દાગ-ધબ્બા અને કાળી કરચલીઓ દૂર કરે જ  છે સાથે જ આ ચેહરા પર પિંપલ્સને આવતા પણ રોકે છે. કારણ કે તેમા એંટીબેક્ટેરિયલ રહેલા હોય છે. આ ઉપરાંત મેથીનુ પેક લગાવવાથી ત્વચામાં નિખાર પણ આવે છે.