શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (12:32 IST)

Hair care tips in summer - ઉનાળામાં વાળની માવજત કરવાની ટિપ્સ

ગરમીની ઋતુમાં જેટલી ત્વચાની દેખરેખ જરૂરી છે તેટલી જ જરૂર છે વાળની સુરક્ષાની. આ ઋતુમાં સખત તડકો વાળની પ્રાકૃતિક નમીને ચોરીને બેજાન અને શુષ્ક બનાવી દે છે. એ પહેલા કે ગરમીની ઋતુ તમારા વાળને નુકસાન પહોંચાડે થોડી સાવધાની વર્તી તમે તેનો સામનો કરી શકો છો.
 
તડકાથી વાળની સુરક્ષાના ઉપાય -
 
- તડકાના સીધા સંપર્કથી વાળને ઘણું નુસાકન થાય છે આનાથી વાળ શુષ્ક અને બેજાન બની જાય છે. માટે ઘરમાંથી બહાર જતી વખતે વાળને સ્કાર્ફ, છત્રી કે કપથી ઢાંકી લો. 
 
જો તમે સ્કાર્ફ કે છત્રી લેવા નથી ઇચ્છતા તો વાળ પર સનસ્ક્રીન પ્રોટેક્શન આપનારા ઉત્પાદનોનો પ્રયોગ પણ કરી શકો છો.
 
- વાળને ગૂંચાતા બચાવવા માટે અને તેની શુષ્કતા દૂર કરવા માટે જોજોબા ઓઇલ લગાવી હલકી માલિશ કરો. પછી માથા પર પોલિથિન કે કેપ લપેટી લો. સવારે શેમ્પૂ કરો. આનાથી રાતભર વાળનું કન્ડિશનિંગ પણ થઇ જશે.
 
- તડકો વાળને શુષ્ક બનાવી દે છે. પછી કેમિકલ શેમ્પૂનો ઉપયોગ તેને વધુ શુષ્ક બનાવવામાં કસર નથી છોડતો. યોગ્ય એ છે કે આ ઋતુમાં કોઇ નુકસાનકારક કેમિકલયુક્ત શેમ્પૂનો પ્રયોગ કરવાને બદલે પ્રાકૃતિક ઉત્પાદનોથી બનેલા માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ કરો.
 
- ગરમીની ઋતુમાં સ્કાલ્પ તૈલીય થવાથી પણ વાળ ખરવાની સમસ્યા સર્જાઇ શકે છે. જો તમારા વાળ હદ કરતા વધુ શુષ્ક છે તો તમે અઠવાડિયામાં એકવાર વાળને ડીપ કન્ડિશનિંગ પણ કરી શકો છો. આના માટે રાતે રાતે ઊંઘતા પહેલા વાળમાં કંડીશનર લગાવો અને માથાને શાવર કેપ કે પ્લાસ્ટિકથી ઢાંકી લો અને સવારે શેમ્પૂથી ધોઇ લો.
 
- ગરમીની ઋતુમાં હેર સ્ટાઇલિંગ મશીનનો પ્રયોગ ન કરવો જોઇએ. યોગ્ય એ જ રહેશે કે તમે જેટલું બને તેટલું વાળને બાંધીને રાખો. ધોયા બાદ તેને સૂકવવા માટે હેર ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાને બદલે તેને પ્રાકૃતિક રૂપે સૂકાવા દો.
 
- વાળને સપોર્ટ અને ડેફિનેશન આપવા માટે સામાન્ય ભીના વાળ પર પ્રોટેક્ટિવ સ્ટ્રેટનિંગ લોશન લગાવો. પછી ધીમે-ધીમે કોમ્બ કરો. આનાથી કુદરતી નમી જળવાઇ રહેશે.
 
- તડકામાં વાળ તૈલીય થવાની સમસ્યા બહુ સામાન્ય છે. આવામાં માથાની ત્વચાથી સીબમ વધુ નીકળે છે.
 
- સ્વિમિંગ કરતા પહેલા તમારા વાળને સ્વસ્છ પાણીથી ધોઇ લો અથવા ભીના કરો.
 
તૈલીય વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવાના ઉપાય -
 
- તૈલીય વાળને રોજ ધુઓ કારણ કે તૈલીય વાળ જલ્દી ગંદા થાય છે.
- તૈલીય વાળમાં કંડીશનરનો ઉપયોગ ન કરવો જોઇએ અને એવું શેમ્પી વાપરવું જોઇએ જેમાં કંડિશનર ન હોય.
- જો તમારા વાળ કંડિશનર છે અને તમને લાગે છે કે તમારા વાળને કંડીશનરની જરૂર છે તો એવું કંડીશનર ખરીદો જે ઘણું માઇલ્ડ હોય.