શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2016 (17:02 IST)

હેર સ્ટાઈલ - હેર આર્યનીંગ

વ્યક્તિત્વનો નિખાર મોટા ભાગે હેરસ્ટાઈલથી જ આવે છે અને હેરસ્ટાઈલ માટે આજના યુવાનો નાણાં ખર્ચતાં જરા પણ અચકાતા નથી. મેકઓવર માટે મોટા ભાગે વાળને કર્લ કરાવવાનો કે પછી કર્લી હેરને સ્ટ્રેટ કરાવવાનો કે હેર આયર્નિંગ કરવાનો ક્રેઝ છે. હેર આયર્નિંગ અંગે ટિપ્સ આપતાં શેડ એન્ડ શાઈન સ્પાલૂનના આદીલ કાદરી કહે છે કે “જો તમે એક જ પ્રકારના તમારા લુકથી પરેશાન થઈ ગયા છો તો હેર આયર્નિંગ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. હેર આયર્નિંગના ફાયદા હોવાની સાથેસાથે નુકસાન પણ છે તેથી આયર્નિંગ વખતે કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે જાતે જ ઘરે હેર આયર્નિંગ કરો ત્યારે વિશેષ કાળજીની જરૂર પડે છે.

ઘેરબેઠાં હેર આયર્નિંગ

* આયર્નિંગ કરતા પહેલાં વાળને શેમ્પૂ અને કન્ડિશનિંગ કરો. જ્યારે વાળ ૫૦ ટકા જેટલા સુકાઈ જાય ત્યારે બે ટીપાં સિરમ લગાવો. બાદમાં વાળને સો ટકા બ્લૉ ડ્રાય કરો. વાળ સહેજ પણ ભીના ન રહેવા જોઈએ

* જો આયર્નિંગ કરતાં પહેલાં વાળ સહેજ પણ ભીના હશે તો વાળ બળી જવાની શક્યતા છે. તેથી વાળને પૂરા સૂકવ્યા બાદ જ ઓછા ટેમ્પરેચરથી આયર્નિંગ શરૂ કરો

* ધીમેધીમે આયર્નિંગ કરતાં જાવ અને જરૂર લાગે તો જ ટેમ્પરેચર વધારો

* આયર્નિંગ માટે પ્રોફેશનલ સલૂનમાં જે મશીન વપરાય છે તે ન વાપરવું. તેનાથી વાળને નુકસાન થવાની સંભાવના વધુ રહે છે

* આયર્નિંગ કર્યા બાદ વાળને કાન પાછળ ન રાખવા, બેન્ડ ન કરવા, બટરફ્લાય ન લગાવવું તેમજ વાળને પાણી પણ ન અડવા દેવું. જો આટલી કાળજી લેવાય તો આયર્નિંગ બે-ત્રણ દિવસ રહેશે

આયર્નિંગ દૂર કરવા આટલું કરો

આયર્નિંગ દૂર કરવા માટે વાળને શેમ્પૂ કર્યા બાદ ડિપ કન્ડિશનિંગ કરો. આ કન્ડિશનર વાળમાં રાખો અને તેના પર હોટ ટૉવેલ રેપ કરી દો. અડધા કલાક બાદ વાળને પાણીથી ધોઈ નાખો. બાદમાં ૫૦ ટકા બ્લૉ ડ્રાય કરી વાળમાં બે ટીપાં સિરમ લગાવો અને વાળને ભીના જ છોડી દો.

આયર્નિંગથી થતાં ફાયદા-ગેરફાયદા

આયર્નિંગના ફાયદાની વાત કરીએ તો ફ્રીઝી અને અનમેનેજેબલ કર્લ્સ મૅન્ટેન કરવામાં આયર્નિંગ ઉપયોગી છે. પ્રસંગોપાત જ્યારે ફટાફટ પાર્ટી લુક કે નવો લુક મેળવવો હોય ત્યારે હેર આયર્નિંગ બેસ્ટ ઓપ્શન છે. આયર્નિંગથી વાળ સોફ્ટ અને શાઈની રહે છે. આયર્નિંગના ગેરફાયદાની વાત કરીએ તો તેનાથી વાળ લાંબા ગાળે ડેમેજ થાય છે. વાળના ડબલ છેડા થવા તેમજ વાળ ખરવાની સમસ્યા પણ થાય છે. જો ઘેરબેઠાં આયર્નિંગ કરતી વખતે ટેમ્પરેચર વધુ થઈ જાય તો વાળ બળી પણ શકે છે.