રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 18 એપ્રિલ 2017 (15:00 IST)

પરસેવાના કારણે પ્રાઈવેટ પાર્ટની ખંજવાળથી છો પરેશાન તો અજમાવો આ ટિપ્સ

ગરમીની ઋતુમાં પરસેવો આવવો એ સામાન્ય વાત છે. . પરસેવાથી સ્કિનને ઈંફેકશન થઈ જાય છે. મહિલાઓ માટે તો આ મૌસમમાં પરેશાનીઓ ત્યારે વધી જાય છે. જ્યારે પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ  શરૂ થઈ થઈ જાય છે. આ સમસ્યા વિશે તો છોકરીઓ ખુલીને વાત કરવામાં પણ શરમ અનુભવે છે. ખંજવાળની આ પરેશાનીનો યોગ્ય સમય પર સારવાર ન કરાય તો આ વધી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે તમે ઘરેલૂ ઉપાય અજમાવીને રાહત મેળવી શકો છો. 
 
1. સફરજનો સિરકા - એપ્પલ સાઈડર વિનેગર આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે અને આ કોઈ પણ રીતના ઈંફેક્શનને રોકવામાં પણ મદદગાર છે. દરરોજ 2 ચમચી સિરકાને હૂંફાળા પાણીમાં નાખી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવું. દિવસમાં 2-3 વાર તેના ઉપયોગથી બહુ આરામ મળે છે. 
 
2. બરફથી શેક - ખંજવાળથી પરેશાની માટે તમે આઈસિંગ પણ કરી શકો છો. તેના માટે સીધા બરફનો ઉપયોગ ન કરવો. કપડામાં બાંધીને તેને ઉપયોગ કરવો.  દિવસમાં 2 વાર આઈસિંગ કરવાથી રાહત મળશે. 
 
3. ચુસ્ત કપડા ન પહેરવા  - ગરમીમાં ઈંફેકશનથી બચવા માટે કૉટનના અંડરગાર્મેંટ પહેરવા. આ સરળતાથી પરસેવો શોષી લે છે. ગંદા અને ચુસ્ત કપડા પણ ખંજવાળ કારણ બને છે. હમેશા સાફ અને ઢીલા કપડા જ પહેરવા. 
 
4. દહીં - સવારે નાસ્તામાં દરરોજ ખાંડ વગરનું દહીં ખાવું. વધારે ખંજવાળ થતા પ્રાઈવેટ પાર્ટ પર દહીં પણ લગાવી શકો છો. તેનાથી ફાયદો થશે. 
 
5. મીઠુવાળુ પાણી - ખંજવાળથી રાહત માટે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી નહાવાથી બૉડીના બેક્ટીરિયા દૂર થઈ જાય છે. તેનાથી પ્રાઈવેટ પાર્ટને ધોવાથી પણ આરામ મળે છે.