ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (11:11 IST)

Kriti Kharbanda Hair Oil: મા ના ઉપાયોથી તૈયાર છે કૃતિના સુંદર વાળના સીક્રેટ ... જાણો અહીં

 Kriti Kharbanda Hair Oil
Kriti Kharbanda Hair Oil routine- એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યુ કે મજબૂત વાળ અને સારા વિકાસ માટે તે તેમની માતાથી ઈંસ્પાર્યડ થઈને ઘરે બનેલુ  હેયર ઑયલ વાપરે છે. 
 
કેવી રીતે બનાવીએ તેલ 
આ તેલને બનાવવા માટે જેતૂનના તેલ (Olive oil) અને લીમડાના પાન અને આમળાની સાથે મિક્સ કરીને ઉકાળો, ગાળી લો અને ઠંડુ થતા એક શીશીમાં ભરી લો. તે આ તેલને અઠવાડિયામાં બે વાર વાપરવાની સલાહ આપે છે. 
 
વાળ પર આમળા અને લીમડાના પાનના ફાયદા 
વાળના વિકાસને વધારે છે-  આમળા અને લીમડાના પાંદડામાં પોષક તત્વો હોય છે જે વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે, તંદુરસ્ત વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. 
 
સમયથી પહેલા સફેદ થવાથી રોકે છે- આમળા અને લીમડાના પાન બન્ને એંટીઑક્સીડેંટ અને વિટામિન થી ભરપૂર હોય છે જે સ્કેલ્પ અને વાળના મૂળને પોષણ આપીને વાળને સમયથી પહેલા  સફેદ થવાથી રોકકામાં મદદ કરે છે. 
 
વાળને મજબૂત બનાવે છે- આમળા અને લીમડાના પાન વાળના મૂળને મજબૂત કરી, તૂટવા અને ખરવાને ઓછુ કરવા માટે ઑળખાય છે. 
 
વાળને કંડીશનર કરે છે- આમળા અને લીમડાના પાનમાં હાજર પ્રાકૃતિક તેળ વાળને અંદરથી કંડીશનિંગ આપે છે જેનાથી તે મુલાયમ, ચમકીલા અને વ્યસ્થિત બને છે. 
 
ખોડાની સારવાર- આમળા અને લીમડાના પાન રોગાણુરોધી ગુણ ખોડાની સારવાર કરવા અને તંદુરસ્ત ખોપરી ઉપરની ચામડી જાળવવામાં મદદ કરે છે.