શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (09:59 IST)

શું તમે જાણો છો કે મેયોનીજ તમારા સૂકા અને ડેમેજ વાળને પણ રિપેયર કરી શકે છે

મેયોનીજમાં ઈંડુ હોય છે જે પ્રોટીનથી ભરેલુ હોય છે તે સિવાય તેમાં વનસ્પતિ તેલ અને સિરકાનો મિશ્રણ પણ હોય છે. જેનાથી આ તમારા સ્કેલ્પને અંદરથી પોષણ આપે છે. સ્વસ્થ વાળના વિકાસમાં મદદ કરે છે. વાળ 
ખરવુ ઓછું કરે છે અને વાળની બનાવટમાં સુધાર કરે છે. 
 
હવે મેયોનીજને હેયર માસ્કના રૂપમાં લગાવવાની રીત 
હેયર માસ્ક બનાવવા માટે તમને જોઈએ 
1 કપ મેયોનીજ 
હેયર માસ્ક બનાવવાની રીત 
તમારા વાળને ભીનુ કરવુ અને મેયોનીજ લેવું. 
હવે તેને સ્કેલ્પથી લઈને માથા સુધી તમારા વાળમાં કંડીશનરની રીતે લગાવો. 
અને તમારા વાળની 4-5 મિનિટ સુધી માલિશ કરવી. 
જેથી મેયોનીજ એક જેવુ ફેલી જાય. તમારા વાળને ઢાકવા માટે એક શાવર કેપ લગાવો. 
તેને 20 મિનિટ સુધી બેસવા દો અને ત્યારબાદ હળવા શેંપૂથી ધોઈ લો. 
સારા પરિણામ માટે અઠવાડિયામાં એક વાર મેયોનીજ માસ્કનો પ્રયોગ કરવું.