બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

માથામાં મેંદી લગાવવાના 5 Beauty Benefits જાણો

mehandi henna hair
હાથમાં સજતી સુંદર મેંદી ના તો તમે  દીવાલા હશો તેના બ્યુટી ફાયદા જાણો તો  વધુ પસંદ કરવા લાગશો. જાણૉ તમારા સૌંદર્યંને નિખારવામાં કેટલી કારગર છે મેંદી જો તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો મેંદી લગાવવાથી તમારી બધી પરેશાનીઓ ખત્મ થઈ શકે છે. મેંદી એક નેચરલ કંડીશનરનો કામ કરે છે. જે તમારા વાળને સિલ્કીને બનાવે જ છે. સાથે જ વાળની ગ્રોથ પણ વધે છે. આવો જાણીએ મેંદી માથા પર લગાવવાથી શું -શું સૌંદર્ય લાભ હોય છે? 
 
1. મેંદીમાં દહીં, આમળા પાઉડર
, મેથી પાઉડર મિક્સ કરો અને તેને વાળમાં લગાડો.  1 થી 2 કલાક વાળમાં રાખ્યા પછી વાળ ધોઈ લો. આવુ કરવાથી વાળ કાળા, ગહરા અને ચમકદાર હોય છે. 
2. મેંદીનો ઉપયોગથી તમારા વાળ લાંબા હોય છે. તેમાં મેથીના દાણા મિક્સ કરી લગાવવાથી તેનો ફાયદો જલ્દી નજર આવે છે. 
3. મેંદી વાળને કંડીશનર કરવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો સતત ઉપયોગથી તમારા વાળ ગહરા અને મજબૂત થઈ જાય છે. આ તમારા વાળના સૂકા ક્યુટિક્લસને નરમ બનાવે છે સાથે જ તેમાં 
ચમક પણ લાવે છે. 
4. મેંદીને દહીંની સાથે મિક્સ કરી તેમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવવાથી વાળને ડ્રેંડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. 
5. જો વાળને લાંબા અને ગહરા બનાવવા ઈચ્છો છો તો મેંદીમાં ચા-પત્તી મિક્સ કરી રાતભર પલાળી રાખી દો અને તેને સવારે લગાવી લો તેનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરાય છે.