શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 26 મે 2017 (16:08 IST)

Beauty and Brain - સ્ત્રીઓમા પુરૂષો શુ વધુ પસંદ કરે છે, મોટી બ્રેસ્ટ કે સમજદારી ?

મહિલાઓમાં પુરૂષોને શુ વધુ ગમે છે. તેમની સમજદારી કે પછી તેમના મોટા બ્રેસ્ટ ? એક બ્રિટિશ બાયોલૉજિસ્ટના મુજબ પુરૂષ કાયમ સમજદારી પસંદ કરે છે. હા સીધા પગ પણ તેમને ગમે છે. આવુ એ માટે કારણ કે સમજદારીથી પુરૂષ એ વાતનો અંદાજ લગાવે છે કે મહિલા એક માના રૂપમાં કેવી હશે.  કેંબ્રિજ યૂનિવર્સિટીના ડેવિડ બેનબ્રિજે જણાવ્યુ, 'મુખ્ય રૂપે તો પુરૂષ સમજદારી જ શોધે છે. સર્વે દ્વારા આ વાત વારેઘડીએ સાબિત થઈ છે કે મહિલાઓમાં સમજદારી પહેલી વસ્તુ હોય છે જેને પુરૂષ શોધે છે. બેનબ્રિજના મુજબ આ પણ એક ભ્રમ છે કે પુરૂષોને મોટી બ્રેસ્ટ કાયમ પસંદ પડે છે.  તેમણે કહ્યુ પુરૂષ યૌવનને પસંદ કરે છે તેથી બની શકે કે તેમને મોટી બ્રેસ્ટ ન ગમે કારણ કે તેને કારણે સ્ત્રીઓ જલ્દી મોટા વયની દેખાવા માંડે છે.  જ્યા સુધી પગની વાત છે તો પુરૂષોને લંબાઈથી વધુ ફરક નથી પડતો. બસ પગ સીધા હોવા જોઈએ. વળેલા પગ કે વાંકા ચૂંકા પગ પુરૂષોને ગમતા નથી.  કારણ કે તે વિકાસ સાથે સંકળાયેલી બીમારીઓના સંકેત હોય છે.  પણ પુરૂષોને કર્વ પસંદ પડે છે અને ભરેલા હિપ્સ પણ. આ સ્થાન પર ભરપૂર માંસનો મતલબ છે કે સ્ત્રીએ પોતાના શરૂઆતી વર્ષમાં એટલી ચરબી એકત્ર કરી લીધી છે કે તે હવે પોતાના ગર્ભમાં બાળકને યોગ્ય માત્રામાં સપ્લાય કરી શકે. બેનબ્રિજ કહે છે કે પુરૂષોની પસંદ મહિલાના સ્વસ્થ હોવા પર આધારિત હોય છે અને તેમને જે ગુણ પસંદ પડે છે તેનો આધાર પણ સ્વાસ્થ્ય જ હોય છે.