બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:04 IST)

અઠવાડિયામાં 2 વાર લગાવો આ હેયરપેક, વાળ ખરવા 100 ટકા બંધ થઈ જશે

ખોટા ખાનપાન અને આદતોને કારણે ઓછી વયમાં જ વાળ ખરવા શરૂ થઈ જાય છે. વાળની સમસ્યા આજકલ ખૂબ સામાન્ય થઈ ગઈ છે. લોકો વાળને મજબૂત બનાવવા માટે અનેક રીત અપનાવે છે. જુદા જુદા પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરે છે. પણ છતા પણ વાળ ખરવા બંધ થતા નથી. વાળની સમસ્યાને દૂર કરવા માટે તમારા ખાવા-પીવાની આદતોને બદલો.  આ ઉપરાંત વાળની દેખરેખ સારી રીતે કરો. આજે અમે તમને એક ઘરેલુ હેયરપેક બતાવવા જઈ રહ્યા છે. જેનો ઉપયોગ કરવાથી થોડાક જ દિવસોમાં વાળ ખરવા બંધ થઈ જશે. 
 
સામગ્રી - 1 લીટર પાણી, 15-20 જામફળના પાન, 20 મિ.લે એરંડીનુ તેલ, 30 મિલી નારિયળનુ તેલ. 
 
બનાવવા અને લગાવવાની રીત - સૌ પહેલા નારિયળ અને એરંડીના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને તમારા વાળમાં લગાવો અને હલકા હાથે મસાજ કરો. માલિશ કરવાના 30 મિનિટ પછી વાળમાં રહેવા દો. પાણીમાં જામફળના પાન નાખીને ઉકાળી લો.  તેને 10 મિનિટ સુધી ઉકળવા દો અને પછી પાણીને ઠંડુ થવા દો. ઠંડુ થતા પાણીથી તમારા વાળ ધોઈ લો.  જ્યારે પાણી વાળને સંપૂર્ણ રૂપે લાગી જાય ત્યારે વાળને કવર કરી લો.  30 મિનિટ માટે પાણીને વાળમાં લાગેલુ રહેવા દો. પછી પાણીથી ધોઈને સાફ કરી લો. આવુ અઠવાડિયામાં બે વાર કરો. તેનાથી વાળ ખરવા બંધ થઈ જશે.