શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Neem લીમડાથી કરો ત્વચાની દરેક સમસ્યા દૂર

ઉનાડામાં સ્કિનમાં ઘણી બધી પરેશાનીઓ થઈ જાય છે. પરસેવાના કારણે ખીલ અને ઑયલી સ્કિનની સમસ્યાનો સામનો કરવું પડે છે. તેથી મહિલાઓ ઘણા બ્યૂટી પ્રાડક્ટસનો ઉપયોગ કરે છે. પણ લીમડાનો ઉપયોગ કરી ચેહરાની બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. લીમડાના પાનમાં એંટી બેકટીરિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે. જે સ્કિનને ઘણા રીતે ફાયદો પહોંચાડે છે. 
 
સ્કિન ઈફેકશન 
કેટલાક લોકોની ત્વચા પર એલર્જી થઈ જાય છે. જેના કારણે ચેહરા અને શરીરના બીજા ભાગ પર ડાઘ-ધબ્બા થઈ જાય છે. તેથી લીમડાના પાંદડાને પાણીમાં ઉકાલૉ અને આ પાણીથી નહાવો. લીમડામાં રહેલ એંટી બેક્ટીરિયલ ગુણ ત્વચાની ઈંફેકશનને ખત્મ કરે છે. 
 
 
ખીલ 
ગર્મીમાં પરસેવાના કારણે ચેહરા પર ખીલ થઈ જાય છે. તેથી લીમડાના પાનને ઉકાળો અને કાટનની મદદથી આ પાણીને ખીલ પર લગાડો. 


ઑયલી સ્કિન 
ઑયલી સ્કિનથી છુટકારો મેળવા માટે લીમડાને વાટી પેસ્ટ બનાવી લો અને તેમાં લીંબૂના રસની 4-5 ટીંપા નાખી સારી રીતે મિક્સ કરો. આ પેકને ચેહરા પર લગાડો અને 20 મિનિટ પછી સામાન્ય પાણીથી ચેહરા ધોઈ લો. તેનાથી ત્વચાનો વધારે તેલ નિકળી જશે. 
કરચલીઓ 
વધતી ઉમરની સાથે ચેહરાની કરચલીઓની સમસ્યા જોવા મળે છે . કરચલીઓને ઓછું કરવા માટે લીમડાનો પાની દર રોજ ચેહરા પર લગાવો અને સૂક્યા પછી સાફ કરો. 
 
રંગત નિખારે
ચેહરાની રંગત નિખારવા માટે લીમડા ને ગુલાબની પંખુડીઓને વાટી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાવો. સૂક્યા પછી ચેહરાને ગુલાબજળથી સાફ કરો. જેનાથી ચેહરાની રંગત ખિલી જશે.