બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2023 (07:33 IST)

Pigmentation Treatment: ચેહરા પર રસોડામાં રહેલ આ વસ્તુઓ પિગ્મેંટેશનને દૂર કરશે, ત્વચા પણ નિખારશે

Pigmentation home remedies in gujarati
Pigmentation Home Remedies: પિગમેન્ટેશન એ એક સમસ્યા છે જેના કારણે તમારા ચહેરા પર ડાર્ક સ્પોટ્સ થાય છે. જેનાથી તમારા ચેહરાનો રંગ કાળો જોવાવા લાગે છે. આ ડાઘ સ્કિન પર એકત્ર ગંદગીની જેમ દેખાય છે. તેથી આજે અમે તમને પિગ્મેંટેશન દૂર કરવાના ઘરેલૂ ઉપાય લઈને આવ્યા છે.

જે અજમાવીને તમે ચેહરાની પિગ્મેંટેશનને સરળતાથી દૂર કરી શકો છો. તેનાથી તમે બેદાગ અને નિખરી ત્વચા મેળવવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ ઘરના રસોડામાં રાખેલી વસ્તુઓથી પિગ્મેંટેશન કેવી રીતે સાફ કરીએ. 
 
મધ- એક બાઉલમાં 2 ચમચી મધમાં 2 ચમચી લીંબૂનો રસ નાખી મિકસ કરી લો. પછી તમે આ મિકચરને તમારા ચેહરા પર લગાવીને આશરે 15-20 મિનિટ સુધી છોડી દો. તે પછી તમે અંતમાં ચેહરાને સાધારણ પાણીથી ધોઈને સાફ કરી લો. 
 
લીંબૂ અને બટાકા 
બટાકામાં એવા ઘણા પોષક તત્વ હોય છે જેનાથી તમારા ચેહરાના નિશાનને ઓછુ કરવામાં મદદ મળે છે. તેમજ લીંબૂમાં બ્લીચિંગ ગુણ હોય છે તેના માટે તમે એક બાઉલમાં એક બટાકાના રસ અને અડધો લીંબુનો રસ મિક્સ કરી લો. પછી તમે આ મિક્ચરને તમારા ફેસ પર સારી રીતે લગાવો અને અડધા કલાક પછી ફેશવૉશ કરી લો. આ તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વાર લગાવી શકો છો. 
 
દૂધ અને હળદર 
તેના માટે તમે એક બાઉલમાં આશરે 2-3 ચમચી હળદર અને જરૂર મુજબ દૂધ મિક્સ કરી લો. પછી તમે તૈયાર પેસ્ટને ડાઘવાળી જગ્યાઓ પર સારી રીતે લગાવી 20 મિનિટ સુધી રાખો. હળદર ઔષધીય ગુણથી ભરપૂર હોય છે જે તમારા ચેહરાના ડાઘને ઓછુ કરી નાખે છે. 

Edited BY-Monica sahu